Latest Post

“ શાળા સ્વચ્છતા ગુણાંક એપ્સ”નું જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે લોંચીંગ ……

            સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જીવનના દરેક તબક્કે સ્વચ્છતાની પ્રાણવાયુ જેટલીજ જરૂરીયાત છે. સરકારશ્રી દ્વારા પણ સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘનિષ્ઠ કામગીરી કરાવી રહી છે. આજ ઉપક્રમમાં આજરોજ સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીલ્લામાં શિક્ષણશાખા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,યુનિસેફ સંસ્થાના નાણાકીય સહયોગ અને એ.એસ.સી.આઈ સંસ્થાનાતાંત્રિક

» Read more

હિંમતનગર તાલુકાના પુનાસકણ ખાતે ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ

      હિમતનગર તાલુકાના પુનાસણ ખાતે આવેલ શ્રવણ સુખધામમાં ઈ- લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખ્યાતનામ મોટીવેશન વક્તા શ્રી સંજય રાવલ, સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), મોડાસા દેવરાજ ધામના મહંત શ્રી ધન્ગીરીબાપુ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું કે કવિશ્રી ઉમાશંકર જોશીના પંથકમાં ઈ-લાયબ્રેરી અને સંલગ્ન શૈક્ષણિક પ્રવૃત્તિઓ નાં સમન્વયરૂપ સરસ્વતી સાધનાનો પ્રયાસ પ્રસંસનીય

» Read more

વેરાબર ખાતે પ્રજાસતાક પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેા

                તા ૨૭ જાન્યુઆરી નારોજ વેરાબર. તા- ઇડર ખાતે એચ.પી.જોશી અને એચ.આર મહેતા હાઈસ્કુલ ખાતે પ્રજાસતાક પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ જેમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ .એ.એસ) ઈડરના ધારાસભ્યશ્રી હિતુ કનોડિયા, સ્થાનિક લોક આગેવાનો અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંકે શિક્ષણ દ્વારા

» Read more

તા ૨૮- જાન્યુઆરીનાં રોજ પોલીયો રસીકરણ કાર્યક્રમ

            તા ૨૮- જાન્યુઆરી નાં રોજ  પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લામાં વિવિધ સ્થળોએ મહાનુભાવોએ  ઉપસ્થિત બાળકોને પોલીયોની રસીના ટીપાં પીવડાવેલ. જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવતે  ઇડર ખાતે, જીલ્લા વિકાસ અધિકારીશ્રી  હર્ષ વ્યાસ (આઈ .એ.એસ)એ હિમતનગર બસ સ્ટેન્ડ અને પ્રાથમિક શાળા ખાતે, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલે  સેમ્બ્લીયા -ખેડબ્રહ્મા ખાતે  ઉપસ્થિત રહી પોલીયો રસીકરણ કામગીરીમાં ભાગ લીધેલ.

» Read more

જીલ્લાત પંચાયત ખાતે ૬૯ માં પ્રજાસત્તાકક પર્વની ઉજવણી

        તા- ૨૬ જાન્યુઆરી નારોજ જિલ્લાપંચાયત ભવન ખાતે બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અભેસિંહ ઝાલા ના વરદ હસ્તે રાષ્ટ્રની આન – બાન- શાન સમા ત્રિરંગાને લહેરાવી રાષ્ટ્રગાંની ધૂન સાથે સલામી આપવામાં આવેલ. તાલુકા પ્રાથમિક શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ.  આ કાર્યક્રમ સમયે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મણીભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્યો, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એમ.દેસાઈ

» Read more

હિંમતનગર ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

            સાબરકાંઠા જિલ્‍લાકક્ષાનો  ૬૯માં પ્રજાસત્‍તાક પર્વની હિંમતનગર  ખાતે દબદબાભેર આનંદ અને ઉલ્‍લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્‍તાક પર્વ નિમિત્‍તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધ્‍વજારોહણ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા શ્રી પી.સ્વરૂપની વિશેષ ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય ધુનની સુરાવલીઓ વચ્ચે રાષ્‍ટ્રના આન-બાન-શાન સમો ગૌરવવંતો ત્રિરંગો લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાયું હતુ.         રાષ્ટ્રભૂમિના ૠણ અદા કરવાના આ અનેરા

» Read more

સાબરકાંઠા જીલ્‍લા પંચાયતની સામાન્‍યસભા યોજાઇ

           ​​સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે તા- ૧૮- જાન્યુઆરી-૨૦૧૭ નાં રોજ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતના અધ્યક્ષપદે સામાન્ય સભાની બેઠક યોજાઈ. જેમાં જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપવામાં આવેલ. આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ, કારોબારી ચેરમેનશ્રી હર્ષદભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મણીભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અભેસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિ

» Read more

ભારત-ઇઝરાયલના પ્રધાનમંત્રીશ્રીઓની વદરાડ સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત

        વદરાડ સેન્ટર ઓફ એક્સલન્સના તાલીમ માર્ગદર્શનથી અમારું કૃષિ ઉત્પાદન વધ્યું અને આર્થિક સ્થિતિ સુધરી ’’            સાબરકાંઠા જિલ્લાના વદરાડ ખાતે ભારત-ઇઝરાયેલના સહયોગથી તૈયાર થયેલા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના વડા શ્રીયુત બેન્જામીન નેતાન્યાહુએ પ્રગતિશીલ ખેડુતો સાથેના સંવાદ દ્વારા તેમની સાફલ્યગાથા જાણી હતી. ભારત-ઇઝરાયલની સહભાગીદારી અને કૃષિ

» Read more

ઇડર ખાતે કુપોષણ નિવારણ અંતર્ગત કાર્યશાળા યોજાઇ

            કુપોષણના કલંકને નાબૂદ કરવા અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટેના એક સહિયારા પ્રયાસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઇડર ડાયેટ કોલેજ ખાતે કુપોષણ નિવારણ વિષય પર કાર્યશાળા યોજાઇ હતી.                આ પ્રસંગે ઉપસ્થિત આરોગ્ય કમિશ્નર અને જિલ્લા પ્રભારી સચિવશ્રી શ્રીમતી જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્રારા સંકલિત બાળ વિકાસ

» Read more

સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી/કર્મચારીઓની બેઠક યોજાઇ

                જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) ની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કાર્યક્રમ નાં સી.ડી.પી.ઓ અને મુખ્ય સેવીકાબહેનોની બેઠક યોજાઈ.                        આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉપસ્થિત સર્વેને  કુપોષણ નાબુદી  માટે આગામી સમયમાં કેવી રીતે કામગીરી કરવામાં આવશે તે

» Read more

નારી સંમેલન

           મહિલાઓના પ્રશ્નોના સરળતાથી હાલ કાઢી શકાય ,બિન ઔપચારિક ન્યાય પ્રણાલિકાઓ અંગે જાણકારી આપી શકાય અને મહિલા સશક્તિકરણ ના હેતુથી ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા ઇડર પાવાપુરી જૈન મંદિર  અને નગરસેવા સદન તલોદ ખાતે નારી સંમેલન યોજાયું.             આ સંમેલન માં સમારંભ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતએ બહેનોને  સંબોધતા

» Read more

સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ધરુનો ઉછેર…. ખેડૂતોને સમૃધ્ધિના ફળ…

         ભોજનમાં શાકનું મહત્વ અનેરૂ છે… શાક વિનાનું ભોજન અધુરુ ગણાય તેમ હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂત સમીરભાઈના જીવનમાં પણ શાક્નું મહત્વ સવિશેષ છે… તેમના ખેતરમાં થતી શાકભાજીએ અનેક લોકોના રસોડામાં સ્થાન લીધુ છે. સમીરભાઈ દર વર્ષે અંદાજે રૂ. ૫૦ લાખનો માતબર ફાયદો આ ખેતીમાંથી મેળવે છે…             પણ સમીરભાઈ આ સ્થિતિએ કઈ રીતે પહોંચ્યા…? જવાબ

» Read more

સરપંચશ્રીઓ ની શિબિર

       જીલ્લા પંચાયત અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા- ૨૭- ડીસેમ્બર નાં રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા નાં સરપંચશ્રીઓ અને તલાટી- કમ મંત્રીશ્રીઓની એક દિવસીય કાર્યશાળા યોજાઈ. ગ્રામવિકાસના પાયાનાં એકમ એવા પ્રજાના પ્રતિનિધિ એવા સરપંચશ્રી અને તલાટી નો ગ્રામ વિકાસમાં મહત્વનો ફાળો હોય છે. સરકારશ્રી દ્વારા વખતોવખત નવીન યોજનાઓની જાહેરાત કરવામાં આવેછે તેમજ  ચાલુ યોજનાઓમાં જરૂરી

» Read more

સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતુ. સાબરકાંઠા જિલ્‍લાના ૧૨૯૪ મતદાન મથકો પર કુલ ૯,૮૪,૯૩૩ મતદારો પૈકી અંદાજે ૭૩૦૨૦૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળેલ છે. જિલ્‍લામાં સૌથી વધુ હિંમતનગર વિધાનસભા બેઠકમાં ૭૫.૯૨ ટકા અને સૌથી ઓછા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકમાં ૭૨.૧૦ ટકા મતદારોએ મતદાન કર્યુ હતું. જિલ્લામાં અંદાજે ૭૪.૧૪ ટકા મતદાન થયુ

» Read more

સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અન્વયે એવોર્ડ

                  સરકારશ્રી દ્વારા ૨૦૧૪ થી સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરવામાં આવેલછે. સ્વચ્છ ભારત મિશન(ગ્રા) અન્વયે રાષ્ટ્રીય કક્ષાએ યોજનાના તમામ માપદંડથી કામગીરીને સ્વચ્છતા દર્પણની વેબસાઈટ પર નિયમિત રીતે અપલોડ કરવામાં આવેલ છે. આ તમામ કામગીરીને ધ્યાને લેતા દેશના ૬૮૬ જીલ્લાઓ પૈકી દેશમાં ૫૦ જીલ્લા પ્રથમ કમાકે આવેલ છે. જે પૈકી ગુજરાતના ૧૯ જીલ્લા

» Read more

ખર્ચ મોનીટરીંગ અંગેની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ અંતર્ગત ખર્ચ મોનીટરીંગ સેલના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસએ ખર્ચ મોનીટરીંગ અંગેની તમામ ટીમોના કર્મચારીઓ/અધિકારીઓને વિવિધ ટીમોના રોજે રોજના અહેવાલ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એમ.આર.પરમાર, હિસાબી અધિકારશ્રી જે.એ.બારોટ, જિલ્લા તિજોરી અધિકારીશ્રી જી.પી.વણજારા, નાયબ માહિતી અધિકારીશ્રી આર.એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. Notice: JavaScript

» Read more

Blog Post Title

What goes into a blog post? Helpful, industry-specific content that: 1) gives readers a useful takeaway, and 2) shows you’re an industry expert. Use your company’s blog posts to opine on current industry topics, humanize your company, and show how your products and services can help people.

» Read more