ખેડબ્રહ્મા અને ઇડર તાલુકાના પ્રાન્ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો.

           સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ઇડર ખાતે પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પ્રાન્‍ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજય સરકાર ખેડૂતો, શોષીતો અને વંચિતો અને આદીવાસીઓના લોકકલ્યાણના પ્રશ્નોના ઉકેલ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે. 

                

          મંત્રીશ્રીએ રાજય સરકારે પ્રજાકીય અભિગમ અપનાવી પ્રાંત કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આ કાર્યક્રમ હાથ ધર્યો છે. જેમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનોનો અધિકારીઓ ત્વરાએ નિકાલ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.           

           ખેડબ્રહમા, વિજયનગર અને પોશીના તાલુકાના રસ્તા, વીજળી, પીવાના પાણી, એસ.ટી. બસની સુવિધા, શિક્ષકોની ઘટ પુરી કરવા, લોકોને પ્‍લોટ અને રેશનકાર્ડ આપવા અંગે, આવાસ યોજના, શૌચાલય સહાય, આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યની સુવિધાઓ, ખેતીના વીજ કનેકશનમાં પુરતા વોલ્ટેજ મળવા અંગે, તથા આદીવાસીઓને આપવા આવતી જમીનનોની સનદ જલ્દી મળી રહે તે અંગે રજૂઆત કરાઇ હતી. જયારે ઇડર તાલુકામા બાયપાસ રોડ, કુબાધરોલ ઉદ્દવહન સિંચાઇ થકી તળાવો ભરવા, ગેસના જોડાણ તથા શાળાના ઓરડા તથા આરોગ્ય કેન્દ્રના નિર્માણ સહિત પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. પ્રશ્નો સાંભળી તેનો ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. અમુક પ્રશ્નોના નિરાકરણ માટે નિશ્વિત સમયમર્યાદા આપવામાં આવી છે અને નીતિવિષય પ્રશ્નો સરકારશ્રીમાં રજુ કરી તેનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

 

          આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય શ્રી હીતુ કનોડીયા,  પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા,પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્તુતિ ચારણ, પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ, ખેડબ્રહ્મા પ્રાંત અધીકારી શ્રી મોદી, ઇડર પ્રાંત અધીકારી શ્રી દેસાઇ, અગ્રણી જે.ડી.પટેલ, અશોક જોષી, તખતસિંહ હડીયોલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *