ખેડબ્રહ્મા ખાતે ૭૨માં સ્વાતંત્રય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

        સાબરકાંઠાનો જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ખેડબ્રહ્માની જયોતિ હાઇસ્કૂલ  ખાતે યોજાયો જયાં મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.

         રાષ્ટ્રીય પર્વ  નિમિત્તે સાબરકાંઠા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી સંદેશો આપતા જણાવ્યું હતું કે, આઝાદીની જંગની ઇતિહાસમાં ગુજરાત અગ્રીમ રહ્યુ છે. એમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના સપૂત હતા આપણા માટે ગૌરવની વાત છે, રાષ્ટ્રીય પર્વોને વિશિષ્ટ રીતે ઉજવી પ્રજાજનો જોડાય તેવુ અનોખુ અભિયાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરી રાષ્ટ્રીય પર્વોને લોકોત્સવ બનાવ્યા છે.

            મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ આદિજાતીઓના સંર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ ૭૦,૦૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું ઉમેરી તેમને વિશેષ અધિકાર આપ્યા હોવાનું જણાવ્યું હતું. રાજય સરકારે પશુ સંરક્ષણ વિધેયક થકી ગૌ વંશ હત્યા અટકાવવાનું સુતત્ય પગલુ ભર્યુ છે જયારે ગુજરાતના યુવાધનને નશાની ખુવારીથી બચાવવા નશાબંધીનો કડક કાયદો અમલમાં મુક્યો હોવાનું જણાવ્યું હતું

           મંત્રી શ્રીએ ખેડબ્રહ્મા તાલુકાના વિકાસની વાત કરતા ઉમેર્યુ હતું કે, આદિજાતિઓના સંર્વાગી વિકાસ માટે હિંમતનગરથી પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા ખૂબ જ અગત્યના રાજય ધોરીમાર્ગનં-૯નું વિસ્તૃતિકરણ હાથ ધરીને પ્રવાસીઓના મુસાફરીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હિંમતનગર,ઇડર અને ખેડબ્રહ્માના રોડને ફોરલેઇન બનાવવા તેમજ હાથમતી અને વેકરી બ્રિજ તેમજ હરણાવ અને સાબરમતી બ્રિજને પહોળો કરવા રૂ.૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે જિલ્લાના અંતરીયાળ એવા પોશીના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા ૭ નવા પુલોને રૂ. ૩૩૪૮ લાખના ખર્ચે નિર્માણ કરીને ગામલોકોને તાલુકામથક સુધી જોડાણ વધારી દિધુ છે.  તો વળી રૂ. ૨૯૫૦ લાખના ખર્ચે જિલ્લાના અન્ય ગામોને શહેર સુધી જોડવામાં આવ્યા છે. જયારે રૂ. ૫૪૨૪ લાખના ખર્ચે રસ્તાઓનું રીસરફેશન કરવામાં આવ્યું છે. વળી ગુજરાત ગૌરવ દિને સમગ્ર રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળસંચયના અભિયાનમાં ૪૦થી વધુ સામાજિક-સ્વૈચ્છિક-શૈક્ષણિક સંસ્થાઓઉધોગો, માર્કેટયાર્ડ અને સેવા સહકારી મંડળીઆને જોડતા રૂ. ૫૦ લાખ વધુનું અનુદાન પ્રાપ્ત થયું છે જિલ્લાના ૫૧૧ જળ સંચયના કામો પૂર્ણ કરાતા જિલ્લામાં ૭૨ મિલીયન.ધ.ફુટ પાણીના સંગ્રહમાં વધારો થયો છે. જયારે દૂધ સંજીવની યોજના અંતર્ગત જિલ્‍લાના આદિવાસી વિસ્‍તાર એવા વિજયનગર, ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાની જેમાં પ્રાથમિક શાળા- આશ્રમ શાળઓના ૬૮,૮૩૪ જેટલા બાળકોને દૂધ પુરૂ પાડી કુપોષણ દૂર કરવાનો સુતત્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્‍લાના આદિવાસીના સંર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્‍યાણ યોજના અંતર્ગત આદિવાસી ગરીબ ખેડૂતોને રાહત દરે બિયારણ અને ખાતર મળી રહે તે માટે સનસાઇન પ્રોજકટ અંતર્ગત ૪૬૨૮ થી વધુ લાભાર્થીઓને  મકાઇ બિયારણ, રાસાયણિક ખાતર વિગેરે પુરા પાડી કૃર્ષિ ઉત્‍પાદનમાં  બમણાથી વધારે ઉત્‍પાદન કરી આર્થિક રીતે સધ્‍ધર કરવાનો રાજય સરકાર દ્વારા ખાસ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. 

                તેમણે ખેડૂતોની વાત કરતા ઉમેર્યુ હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવુ રાજય છે જે ખેડૂતોને વગર વ્યાજે ધિરાણ પુરૂ પાડે છે અને ૧૦ કલાક વિજળી પુરી પાડે છે. રાજય સરકારે બિન અનામત આયોગની રચના કરી સર્વણ વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક અને આર્થિક લાભ આપવાની શરૂઆત કરી છે. રાજયની પ્રગતિશીલ સરકારે વિકાસના અનેક સોપાન સર કર્યા હોવાનું મંત્રી શ્રીએ ઉમેર્યુ હતું.

          રાજયની પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ તેમના ઘર આંગણે જઇ વિના વિલંબે  નિરાકરણ લાવવા સેવા સેતુના માધ્યમથી ૧૮,૦૦૦ ગામડાઓમાં એક કરોડથી વધુ અરજીઓનો હકારત્મક નિકાલ લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. રાજય સરકારે બાલિકાઓની ચિંતા કરી બાલભોગ અને અન્નપૂર્ણા યોજના થકી કુપોષણના કલંકને નાથવાની વાત જણાવી તેમના આરોગ્યની ચિંતા રાજય સરકાર કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

                 રાજય સરકાર લોકાના આરોગ્યની દરકાર કરી ગંભીર બિમારીઓ સામે રક્ષણ આપવા મા વાત્સલ્ય યોજનાને વધુ અસરકારક બનાવી હોવાનું જણાવ્યું હતું.. આમ ગુજરાત વિકાસની નવી સિધ્ધિઓને સર કરી રહ્યુ છે ત્યારે સૌ સાબરકાંઠા વાસીઓ એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે કટીબધ્ધ બનવા આહ્વાન કર્યું હતું. 

           ખેડબ્રહ્મા તાલુકાના વિકાસ કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડીકે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણને અપર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડબ્રહ્માની શાળાના બાળકો ધ્વારા વિવિધ સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જયારે જિલ્લામાં વિશિષ્ટ સેવાઓ આપનાર કર્મયોગીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ તાલુકાની  વિવિધ કચેરીઓનું નિરીક્ષણ કર્યા બાદ મૉ અંબાના ચરણોમાં શિશ ઝુકાવી ગુજરાતના વિકાસની મનોકામના વ્યકત કરી હતી.

          રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઝલકબેન, જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલિક સહિત અગ્રણી શ્રી જશુભાઇ પટેલ, અશોક જોષી ઉપરાંત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.       

 

             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *