ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હિમતનગરનાં નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો……

શ્રી બાબુભાઈ બોખીરીયા માન. મંત્રીશ્રી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા તથા પશુપાલન અને શ્રી વલ્લભભાઇ કાકડીયા, માન. મંત્રીશ્રી વાહન વ્યવહાર ની પ્રેરક ઉપસ્થિતિ માં ૮-મેં નાં રોજ મહેતાપુરા, હિમતનગર ખાતે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના નાં નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે રાજ્ય પશુપાલન નિયામક ડો.હિતા પટેલે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અંગે જીલ્લાની કામગીરીની માહિતી આપતા જણાવ્યુકે હિમતનગર ઘટક માં કુલ ૭૨ ઉપકેન્દ્રો તેમજ ૩ જૂથ મથકો કાર્યરત છે, જે દ્વારા જીલ્લાનાં ૨૯૦ થી વધુ ગામોને સદર યોજનાની કામગીરીનો લાભ મળે છે. જ્યાં ૧,૫૦,૦૦૦ થી વધુ સંવર્ધન યોગ્ય પશુધનને આવરી લેવામાં આવેલછે.
વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન જીલ્લામાં કુત્રિમ બીજ્દાનના શુદ્ધ સંવર્ધન માં ૨૧૭% સિદ્ધિ હાંસલ કરીને જીલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહેલછે. ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાનો મુખ્ય ઉદેશ પશુધનની વૈજ્ઞાનિક ધોરણે ઓલાદમાં સુધારો કરી દૂધ ઉત્પાદન વધારવાનોતેમજ પશુઓના જાતીય આરોગ્યને લગતા રોગોનું નિદાન કરી સારવાર આપી દૂધ ઉત્પાદન માં વધારો કરવાનો છે.
ગત વર્ષમાં જીલ્લામાં ૫૬ દૂધ ઉત્પાદન હરીફાઈ પણ યોજવામાં આવેલછે. ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત ગત વર્ષે ૩,૯૫,૭૪૭ પશુઓને એચ.એસ. રસીકરણ, ૬,૭૨,૨૦૬ પધુઓને એફ.એમ.ડી. રસીકરણ અને ૪૫૨ પશુઓને એ.આર.વી રસીકરણ કરવામાં આવેલછે. આમ ઘટક દ્વારા કુલ ૧૦ લાખ ઉપરાંત પશુઓને રસીકરણ કામગીરી કરવામાં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ યોજના અંતર્ગત સહાયના ચેક નાં વિતરણ પણ કરવામાં આવેલ. આ લોકાર્પણ સમયે જીલ્લા કલેકટર શ્રી સ્વરૂપ પી. (આઈ.એ.એસ.), જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ, (આઈ .એ.એસ) નાયબ પશુપાલન નિયામક ડો. પ્રકાશ મિસ્ત્રી,ડો. જનક પટેલ, શાખાના અન્ય અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહેલ.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *