જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ

ગ્રામીણ જીવન માં વર્ષોથી પશુપાલન એક અતિ મહત્વના વ્યવસાય તરીકે સ્વીકાર્ય છે. ખેતી અને પશુપાલન એકબીજાના પુરક વ્યવસાય તરીકે ગ્રામ્ય જીવન ની આર્થિક જીવાદોરી સમાન છે.
ગ્રામીણ પશુપાલકો ને પશુપાલન અંગે માર્ગદર્શિત કરવા ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠા જીલ્લા પંચાયત અને પશુ દવાખાના ખેડબ્રહ્માનાં સહયોગ થી ઇડર અને ખેડબ્રહ્મા પ્રાંતમાં સમાવિષ્ઠ ઇડર, વડાલી, વિજયનગર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર તારીખ ૨૮-૩-૧૭ નાં રોજ યોજાઈ.
શિબિરમાં ઉપસ્થિત ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલે પશુપાલકોને જણાવ્યુકે આપણા આંગણે જિલ્લના નિષ્ણાત પશુ ચિકિત્સા અધિકારીઓ આવ્યાછે તેમના દ્વારા વિશેષ માર્ગદર્શન મેળવી આપણા પશુઓનાં આરોગ્યની વધુ સારી માવજત રાખવાની છે. જે દ્વારા આપણા પરીવાર અને સમગ્ર જીલ્લાની આર્થિક ઉન્નતી કરી શકીયે.
શિબિરમાં ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ)એ જણાવ્યુકે આ શિબિરમાં પશુપાલન નિષ્ણાત વ્યાખ્યાતાઓ દ્વારા આજે પશુ માવજત,પશુ પોષણ,પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુધન ટેકનોલોજી અંગે સહુને સુપેરે માર્ગદર્શિત કરવામાં આવશે. જે દ્વારા આપણે સમગ્ર જીલ્લામાં શ્વેત ક્રાંતિ થકી ગ્રામ વિકાસ અને આર્થિક વિકાસ શક્ય બનાવવાનો છે.
આ શિબિરમાં ખેડબ્રહ્મા નગરપાલિકા મેયરશ્રી, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી, પશુપાલન નિયામક શ્રી અને ૪૦૦ ઉપરાંત પશુ પાલકો ઉપસ્થિત રહેલ.

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *