તલાટી અને ગ્રામ સેવકોને જાગૃતિ કેળવવા તાલીમ યોજાઇ

          જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં આંકડાકીય માહિતીના એકત્રીકરણમાં તલાટી અને ગ્રામ સેવકોને જાગૃતિ કેળવવા તાલીમનું આયોજન કરવામાં આવેલ

          આજની તાલીમમાં ઉપસ્થિત તલાટી કમ મંત્રીઓ અને ગ્રામસેવકોને આંકાડાકીય કામગીરીમાં ચોકસાઈ રાખવા, રાજ્ય અને જીલ્લા કક્ષાએ નિભાવવામાં આવતાં આંકડા તેમજ વિલેજ પ્રોફાઈલનાં ડેટાની અગત્યતા અંગે માર્ગદર્શિત કરવામાં આવેલ.

          જીલ્લા આંકડા અધિકારીશ્રીએ માહિતીના એકત્રીકરણ અંગે ખેતી વિષયક,પશુધન ગણતરી, આર્થિક ગણતરી, બિજનેસ રજીસ્‍ટર, જન્મ મરણનાં આંકડા, આરોગ્યવિભાગ, શિક્ષણ વિભાગ, વિકાસ શાખા ને લગતી બાબતે ઉપસ્થિત સર્વે કર્મચારીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.

          જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ)એ નવીન નિમણુક પામેલ તલાટી કમ મંત્રી અને ગ્રામસેવકોને પંચાયત ધારાની વિવિધ જોગવાઈઓ,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી તથા વોર્ડ સભ્યોની ફરજો-જવાબદારીઓ,ગૌચર, દબાણના વિવિધ પ્રશ્નો અને તેના નિકાલ.જેવા ગ્રામ્યકક્ષાનાં અતિમહત્વના પ્રશ્નો અંગે માર્ગદર્શિત કરેલ.

           જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવતે તાલીમમાં ઉપસ્થિત રહીને સર્વે કર્મચારીઓ ને વિષયોચિત માર્ગદર્શન આપેલ.

       આ તાલીમમાં જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, હિસાબી અધિકારીશ્રી,વિષય નિષ્ણાત નિવ્રૂત જીલ્લા ઓડીટરશ્રી પણ ઉપસ્થિત રહેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *