નવીન સરપંચશ્રીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો.

      આજ રોજ તારીખ ૨૧-માર્ચ ૨૦૧૭ નાં રોજ સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા ડિસે- ૨૦૧૬ માં ગ્રામ પંચાયત ની ચુંટણી માં ચૂંટાયેલા હિમતનગર,તલોદ અને પ્રાંતિજ તાલુકાના નવીન સરપંચશ્રીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો.
આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઇ.એ.એસ) એ જણાવ્યુ કે નવીન ચૂંટાયેલા સરપંચશ્રીઓને સરકારશ્રીની વિવિધ યોજના અંગે સંબધિત અધિકારીશ્રીઓ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. સર્વે સરપંચશ્રીઓએ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કામગીરી દ્વારા જીલ્‍લામાં  વિકાસ કાર્યો માટે કાર્યરત બનવાનું છે. ગ્રામીણ પ્રજાજનો વિવિધ યોજનાનાં જરૂરી લાભ મેળવે તે જોવાનીઓ આપણી સહિયારી ફરજ છે.
જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવતે ઉપસ્થિત સર્વે ને જણાવ્યું કે આપણે સહુએ પ્રજાના પ્રતિનિધી તરીકે સર્વોપરી બની સામુહિક વિકાસ માટે કટિબદ્ધ બનવાનું છે. આપણું કામ એજ આપની ઓળખ બંને એ મંત્રને નજર સમક્ષ રાખી સર્વે કર્મયોગી બનશું તો જીલ્લાનો સર્વાંગી વિકાસ થશે.
આ કાર્યક્રમ માં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી હર્ષદ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી મણીભાઈ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અભેસિંહ ઝાલા,ગ્રામ વિકાસ એજન્સી નાં નિયામક શ્રી આર.એમ.ખાંટ, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.કે.પટેલ, રાજેશ કુચાર, સહીત જીલ્લા પંચાયત નાં અધિકારીશ્રીઓ, અને મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેલ.

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *