પોળો ઉત્સવ-૨૦૧૬

                 અરવલ્લીની ગિરીકંદરાઓ અને હરીયાળી ટેકરીઓના નયનરમ્ય ગોદમાં આવેલા તેમજ પ્રાકૃતિક-ઐતિહાસિક વિરાસતના અમૂલ્ય નજારાને વિશ્વ ફલક પર લઇ જવાના શુભ આશયથી વર્ષ-૨૦૧૫થી પોળો ઉત્સવનો પ્રારંભ કરાયો હતો.

           કુદરતના આ અમૂલખ વારસાને વધુ લોકભોગ્ય બને તે માટે સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે  તા. ૯ જાન્યુઆરીથી ૮ માર્ચ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આંતરસુબા ખાતે  પોળો ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

             પોળો ઉત્સવની વિગત આપતા જિલ્લા સમાહર્તા શ્રી પી. સ્વરૂપે જણાવ્યું હતું કે, પ્રવાસીઓને વિશેષ આકર્ષણ એવા ૩૦ લક્ઝયુરીસ ટેન્ટ સાથે ટેન્ટ સિટી ઉભી કરવામાં આવેલ છે.  આ ઉપરાંત સાયકલિગ, ટ્રેકિંગ્‍સ, ફનરાઇડ્રસ, સાહસિક રમતો, સ્‍થાનિક હસ્‍તકલા પ્રદર્શન તથા વેચાણ કેન્‍દ્રો જંગલ સફારી, રિવર સાઇડ વોકિંગ, કેમલ કાર્ટ, બુલોકકાર્ટ તથા ઘોડેસવારીનું પણ આયોજન કરવામાં આવેલ છે.

    પોળો ઉત્સવના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ધ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ છે. જેનો મહત્તમ લાભ પ્રવાસીઓ લઇ શકે તે દિશામાં કામગીરી કરવા વહીવટી તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવેલ છે.

One Response

  1. Tommy January 22, 2017 Reply
Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *