પોશીના ખાતે મહિલા દિનની ઉજવણી

          ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુલક્ષીને ઉન્નતી સંસ્થા દ્વારા લાંબડીયા તા પોશીના ખાતે મહિલાઓને જાહેર યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જાણકારી આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો.

          પોશીના તાલુકાની મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ અંગેના વિશેષ કાયદાઓ, તેઓને મળતા વિશેષ લાભો, પછાત તાલુકામાં મહિલાઓના સર્વાંગી વિકાસ, વિવિધ લઘુ ઉદ્યોગોમાંથી આજીવિકા અંગેની જાણકારી,કુપોષણ નાબુદી, આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ,સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ, સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે સંપૂર્ણ જાણકારી મળીરહે તેવા ઉમદા હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટરશ્રી પી.સ્વરૂપ(આઈ.એ.એસ), જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ) અને સફર સંસ્થા અમદાવાદ નાં સુશ્રી સોફીયાખાને ઉપસ્થિત રહી સર્વે બહેનોએ વિષયોચિત માર્ગદર્શન આપેલ.

          ઉન્નતી સંસ્થા દ્વારા કાર્યક્રમ સ્થળે વિવિધ શાખાઓના સંકલન અને સહયોગથી યોજનાકીય જાણકારીના વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવેલ. જેનો ઉપસ્થિત મહિલાઓ સહીત અન્ય લોકોએ પણ સારો લાભ લીધેલ.

          આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નેતાભાઈ સોલંકી, પોશીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી મનુભાઈ પરમાર, જીલ્લા પંચાયત ખેત.ઉત્પાદન અને સિંચાઈ સમિતિ ચેરમેનશ્રી રણછોડભાઈ અંગારી, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી,સ્થાનિક લોક આગેવાનો સહીત ખુબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *