પ્રાન્ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો

               સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ ખાતે પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પ્રાન્‍ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પારદર્શક વહિવટી કુશળતાને લઇ સમગ્ર રાજયમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે સરકારશ્રીની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભ અંતરિયાળ કે છેવાડાના વિસ્‍તારો અને વ્‍યક્તિઓ સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચે તે માટે પરિણામદાયી પ્રયાસો કરવા ઉપરાંત પ્રજાકિય પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

          મંત્રીશ્રી એ હિંમતનગર પ્રાંતકક્ષાએ મળેલી બેઠકમાં રસ્તા, વીજળી, ગામતળ નીમ કરવા, પીવાના પાણી અંગે, મકાન સહાય મંજુર કરવા, બીપીએલ યાદીમાં સમાવેશ, ફુલવાદી જાતિના લોકોને જાતિના પ્રમાણપત્ર આપવા અંગે,  આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યની સુવિધાઓ, સિંચાઇ માટે તળાવો ભરવા, નવા રસ્તાઓમાંથી થાંભલાઓ ખસેડવા, આંતરીક રોડ, સ્ટ્રીટ લાઇટ, શૌચાલય, સ્મશાનભૂમિ નીમ કરવા સહિત પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચના મળી હતી.

               હિંમતનગર પ્રાંતકક્ષાની સમીક્ષા બેઠક દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી પટેલ, પૂર્વ સાસંદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી નાથાભાઇ પટેલ, સાબર ડેરીના કસ્ટોડીયન શ્રી જેઠાભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તથા પ્રાંતિજ સમીક્ષા બેઠકમાં પૂર્વ મંત્રી શ્રી  જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી મહેશભાઇ પટેલ સહિત કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિચારણ સહિત અમલીકરણ અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *