માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા તાલુકાની માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાનો કાર્યક્રમ

સુજલામ સુફલામ જળઅભિયાન-૨૦૧૮

માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા તાલુકાની માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાનો કાર્યક્રમ યોજાયો. ..

          માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્‍તે  આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ખાતે માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાના ભાગરૂપે ચેકડેમ નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે તેઓના પ્રેરક વકતવ્‍યમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પાણીએ પરમેશ્વરનો પ્રસાદછે.  તેનું એકએક ટીપું રોકાય અને સંગ્રહાય તે માટે ચોમાસાના આગમન પૂર્વે જળસંચયના કામો જનસહયોગથી હાથ ધરવાનું મહાઅભિયાન હાથધર્યું છે. પાણીએ વિકાસનો પાયો છે.    ગુજરાતનું આ અભિયાન પણ દેશને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યકત કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાણીએ ધરતીપરનું અમૃત છે. તેનો સંચય સંગ્રહ અત્યંત જરૂરી છે. આ સંગ્રહથી જળસંકટ પર વિજય મેળવવા તેમણે આહવાન કર્યુ હતું.

         આ મહાઅભિયાનમાં જે.સી.બી., ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થાય છે તેમજ લાખો શ્રમિકો રોજગારી મેળવી રહ્યાછે એમ તેમણે ઉમેર્યું હતું.

      સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુકે,  જિલ્લામાં ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવા તળાવો ઉંડા કરવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નહોરોના ડિસીલ્ટીંગ સહિત ૭૬૫ જેટલા જળસંચયના કામો ઉપાડ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તળાવ ઉંડા કરવા, ચેકડેમ-નહેરોની સફાઇ સહિત ૫૫૦થી વધુ જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી રમણલાલ વોરા,   શ્રી દિપસિંહ રાઠોડ, જિલ્‍લા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા,  રમીલાબેન બારા,    જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિ (આઇ.એ.એસ), જિલ્‍લા કલેકટરશ્રી શ્રી પ્રવિણા ડી. કે. (આઇ.એ.એસ),  જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી સ્‍તુતિ ચારણ (આઇ.એ.એસ) તથા  જિલ્લા-તાલુકાના હોદ્દેદારો-પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *