માન. મુખ્‍યમંત્રીશ્રીની સાબરકાંઠા જીલ્‍લાની મુલાકાત….

            તા ૨૫-૫-૨૦૧૭ નાં રોજ ઇડર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ માં રાજ્યના માન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે કુલ ૨૦૭.૪૧ કરોડના કામોના લોકાર્પણ અને ૩૨૬.૦૬ કરોડના કામોના કામોની જાહેરાત કરવામાં આવી.જેમાં ઇડર- વડાલી ખેડબ્રહ્મા શહેરી વિસ્તાર માટેની પાણી પુરવઠા યોજના, કોટન માર્કેટ યાર્ડ સાપાવાડા નું લોકાર્પણ, અરોડા, વીરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભદ્રેશ્વર તથા દેશોતર સબ સેન્ટર નું મકાન નું લોકાર્પણ, હિમતનગર, પોશીના અને ખેડબ્રહ્મા ખાતે પોલીસ સ્ટેશન અને આવાસ નાં લોકાર્પણ તથા હિમતનગર – અંબાજી ફોરલેન હાઈવે નાં કામો મુખ્યછે.
આ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે રાજ્યનાં દરેક પ્રજાજન ને ઘરઆંગણે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. જરૂરત મંદોને આરોગ્ય સારવાર મલી રહે, ગરીબોને ૧૦-રૂ.માં ભોજન મળી રહે તથા જમીન વિહેનાને મકાન મળી રહે આ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. સદાચારી-વ્યસનમુકત અને અહિસંક રાજ્ય બનાવવા રાજ્યમાં ગૌ – સુરક્ષા અને દારૂબંધી નો પણ કડક અમલ કરવામાં આવી રહેલ છે.

          આ પ્રસંગે વિધાન સભાના અધ્યક્ષશ્રી રમણલાલ વોરા એ જણાવ્યુકે ઇડર વિધાનસભા વિસ્તારમાં ૫ વર્ષમાં ૫,૦૦૦ કરોડ નાં વિકાસ કામો કરવામાં આવ્યા છે. વધુમાં ઇડર ખાતે ૧૦૦ પથારી ની સુવિધા વાળી હોસ્પિટલ, સાબરમતી ગેસ લાઈનને ઇડર થી વડાલી સુધી લંબાવવી , રાની તળાવ બ્યુટીફીકેશન, કુબાધરોલ ઉદવહન યોજનામાંથી આગામી સમયમાં ૧૬ તળાવો ભરવા, અને ધરોઈ ડાબા કાંઠા કેનાલમાંથી ૧૬ તળાવ ભરવાની યોજના સરકારે મંજુર કરીછે.

આ પ્રસંગે ઉજવલ્લા યોજના નાં ૧૦૦૦ જેટલા લાભાર્થીઓ તથા વાળાની જમીન નિયમિત નાં લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં જીલ્લા પ્રભારી મંત્રીશ્રી બાબુભાઈ બોખરીયા, જીલ્લા સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી રણજીતસિંહ ચાવડા, આદિજાતી વિકાસ નિગમના ચેરમેન રમીલા બેન બારા, સહકારી અગ્રણીઓ, પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ શ્રી મુકેશ પૂરી( આઈ.એ.એસ), જીલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતી રવિ,(આઈ.એ.એસ)., જીલ્લા ક્લેકટરશ્રી, પી. સ્વરૂપ,(આઈ.એ.એસ)જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), પોલીસ વડાશ્રી, પ્રવીણ માલ(આઈ.પી.એસ)અને મોટી સંખ્યામાં તાલુકાના પ્રજાજનો ઉપસ્થિત રહેલ..

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *