વિજયનગરની પોળો ખાતે મહેસૂલી અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

          પ્રજાકિય પ્રશ્નો વધુ સરળ રીતે ઉકેલ આવે અને અરજદારોને તેમના મળતા લાભ ત્વરીત મળતા થાય તેવા શુભ આશય સાથે સાબરકાંઠા જિલ્લાના મહેસૂલી અધિકારીઓની ચિંતન શિબિર વિજયનગરની પોળો ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિની અધ્યક્ષતામાં યોજાયી હતી. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી પી.સ્વરૂપ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

             પ્રાસંગિક પ્રવચન કરતા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિએ જણાવ્યું હતુંકે, મહેસૂલી પ્રક્રિયા જેટલી જટીલ છે તેને વધુ સરળ બનાવી પ્રજાના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો જોઇએ. વધુમાં તેમણે મહેસૂલી સાથે આરોગ્યની જવાબદારી વહન કરવા પર ભાર મુક્યો હતો.

             જિલ્લા સમાહર્તા શ્રી પી.સ્વરૂપે મહેસૂલી પરીવારમાં આવેલા નવિન કર્લાક/તલાટીઓ ગ્રામ્ય વિસ્તારના પાયાના પ્રશ્નો સમજવાની જરૂરીયાત છે. સાથે સાથે મહેસૂલી કાયદાઓ અને તેના લગતા કામોની સમજવુ એટલુ જ જરૂરી છે.  જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસે જિલ્લામાં થઇ રહેલા આરોગ્યની કામગીરીની રૂપરેખા આપી હતી.

           ચિંતન શિબિરમાં હિંમતનગર પ્રાંત અધિકારી શ્રીમતી નિશા શર્મા દ્વારા પરીપત્રો અને કાયદાઓ વિષે સમજ આપી હતી. જયારે ઇડર પ્રાંત અધિકારી શ્રી અ.જે.દેસાઇએ અરજદાર સાથે વર્તન અને વ્યવહાર, પ્રાંતિજ પ્રાંત અધિકારી શ્રી ચૌધરીએ મહેસૂલી અધિકારીઓના લોકસંપર્ક અને પ્રવાસ અંગેની સમજ આપી હતી.

          આ પ્રસંગે અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત મહેસૂલી શાખાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *