“ શાળા સ્વચ્છતા ગુણાંક એપ્સ”નું જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે લોંચીંગ ……

            સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જીવનના દરેક તબક્કે સ્વચ્છતાની પ્રાણવાયુ જેટલીજ જરૂરીયાત છે. સરકારશ્રી દ્વારા પણ સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘનિષ્ઠ કામગીરી કરાવી રહી છે.
આજ ઉપક્રમમાં આજરોજ સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીલ્લામાં શિક્ષણશાખા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,યુનિસેફ સંસ્થાના નાણાકીય સહયોગ અને એ.એસ.સી.આઈ સંસ્થાનાતાંત્રિક માર્ગદર્શનથી “ શાળા સ્વચ્છતા ગુણાંક એપ્સ”નું જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) નાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવેલ.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાબરકાંઠા સમગ્ર ગુજરાત રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સદા અગ્રેસર રહ્યુછે. અને આ માટે જિલ્લાને રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી નાં વરદ હસ્તે સન્માનપત્ર અને એવોર્ડ પણ મળી ચુક્યા છે.
“શાળા સ્વચ્છતા ગુણાક એપ્સ” દ્વારા સમગ્ર જીલ્લાની તમામ શાળાઓમાં પીવાનું પાણી, સ્વચ્છતાના જુદા- જુદા ધોરણો, ટોઇલેટ ની સ્વચ્છતા તથા મેન્ટેનન્સ જેવા વિષયો પર ભાર મુકવામાં આવેલ છે. શાળાઓ અને આંગણવાડીમાં બાળકોને સ્વચ્છ પાણી અને અન્ય સુવિધાઓ નિયત કરેલ ધોરણ અનુસારનું પ્રમાણ છે કે નહિ તેમજ તેની જરૂરી ચકાસણી અને સુધાર-વધારા નાં આયોજન માટે નક્કી કરેલ પ્રફોર્માંમાં જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકારશ્રી દ્વારા માન્ય કરેલ સંસ્થા દ્વારા સમગ્ર માહિતી નું એનાલીસીસ કરી જરૂરી સુધારા વધારા સાથેનો એક્શન પ્લાન બનાવી અન્ય જીલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવશે.
આજરોજ આ નવીન એપ્સ નાં લોચિંગ બાદ ઉપસ્થિત તમામ કર્મચારીઓ ને એપ્સ્ની તમામ વિગતો ભરવા માટે જરૂરી સમજ આપવા માટેનો વર્કશોપ પણ યોજાયેલ.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાય, શ્યામ નારાયણ દવે વોશ સ્પ્સેશીયાલીસ્ટ- યુનિસેફ, પ્રેરણા સોમાની સ્ટેટ કન્સલ્ટન્ટ યુનિસેફ, એન.સ્પંદના,સીનીયર રીસર્ચ આસીસ્ટન ,એ.એસ.સી.આઈ, બી.આર.સી.કો.ઓ., સી.આર.સી.અને ડી.આર.ડી.એ નાં કર્મચારીઓ ઉપસ્થિત રહેલ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *