સાબરકાંઠાના હિંમતનગર ખાતે મહિલા સંમેલન યોજાયું

         આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમીત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું.

           પ્રાસંગિક પ્રવચન કરતા ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દિવસે દિવસે દિકરીઓના ઘટતા પ્રમાણ સમાજ માટે ચિંતાજનક હોવાનું જણાવતા કહ્યુ હતું કે, જેનાથી સમાજમાં દુરોગામી અસર પડી રહી છે તેથી બેટી બચાવો- બેટી ભણાવો માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે.

          વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગર્ભ લીંગ પરીક્ષણ કરનાર અને ભ્રૃણહત્યા કરનાર પી.એનડીટી કાયદાનો ભંગ કરનાર તબીબો વિરૂધ્ધ કડક પગલા લેવા રાજ્ય સરકારે દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે.  મંત્રીશ્રીએ સમાજમાં જાગૃતિ લાવવા તથા દિકરીઓના જન્મ પ્રમાણ વધારવા રાજય સરકારે ચાલુ વર્ષે નન્હીપરી અવતરણનો કાર્યક્રમ યોજ્યો જેને વધાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માતાઓ પાસે પંહોચ્યા હતા. આમ દિકરીઓના જન્મ-માન-સન્માન આપવા રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું   

         વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજય સરકારની નોકરીઓ મહિલાઓ માટે આરીક્ષત  કરવામાં આવી છે. જેને લઇ રાજયની પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓની ભરતી કરી મહિલા સશક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તો વળી વિધવા મહિલાઓને સખી મંડળ અને મિશન મંગલમ દ્વારા સ્વરોજગારીની નવી દિશામાં કામ આપવાની શરૂઆત કરી પગભર બનાવવામાં આવી છે.

            તેમણે આંગણવાડીની મહિલાઓની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ યશોદા માતાઓ ભારતના ભાવિને પ્રશિક્ષણ આપવાનું કામ કરી રહી છે. મંત્રીશ્રીએ મા અમૃત્તમ અને મા વાત્સલ્ય યોજના થકી આરોગ્યની કરૂણાસભર સેવાની શરૂઆત કરી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 

        આ પ્રસંગે જિલ્લા સાસંદ શ્રી દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રસંગોચિત ઉદ્વબોધન કર્યુ હતું.

        મહિલા સંમેલન નિમિતે શતાયું માતાઓ, મહિલા સંચાલિત પંચાયતના સરપંચ, તેજસ્વી દિકરીઓનું સન્માન તથા જરૂરીયામંદ મહિલાઆને સહાય કિટસ અપર્ણ કરવામાં આવી હતી.  

        મહિલા દિન નિમિત્તે શહેરના મહાકાળી મંદિર, સહકારી જીન અને કલેકટર કચેરી ખાતેથી મહિલા જાગૃતિને લગતી રેલી યોજાઇ હતી. આ રેલીને જિલ્લા કલેકટરશ્રી પી.સ્વરૂપે પ્રસ્થાન કરાવ્યું હતું.      

            આ પ્રસંગે હિંમતનગર પાલિકા પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ, તખતસિંહ હડિયોલ, અશોક જોષી, મહેન્દ્રસિંહ રહેવર, જિલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંધ સહિત મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *