સાબરકાંઠા જિલ્લામાં ચતુર્થ તબક્કાના સેવાસેતુનો પ્રારંભ 

સાબરકાંઠા જિલ્લામાં ચતુર્થ તબક્કાના સેવાસેતુનો પ્રારંભ

સામાન્ય નાગરીકોના પ્રશ્નોના ત્વરીત નિરકારણ માટે પ્રતિબધ્ધ રાજય સરકાર ધ્વારા સેવા સેતુના ચોથા તબક્કાના સમગ્ર રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે અતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતેથી મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ  પટેલ હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ જણાવ્યું હતુ કે, સમગ્ર રાજયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક વહિવટની શરૂઆત થઇ છે જેમાં પ્રજાના પ્રશ્નોનો ત્વરીત નિરાકરણ આવે તે માટે સેવાસેતુનો અનોખો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના ત્રણ  તબક્કામાં સાબરકાંઠા જિલ્લામાં ૬૦ હજારથી વધુ લાભાર્થીઓને ઘરે બેઠા યોજનાકીય લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા છે. સેવાસેતુના માધ્યમથી ગામડાની ગરીબ પ્રજાને તાલુકા કે જિલ્લાના મુખ્ય મથક સુધી જવુ ન પડે તે માટે ૫૦ પ્રકારની વિવિધ યોજનાકીય સહાયના લાભ ધરે બેઠા પુરા પાડવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ગ્રામીણ જનતાની સુવિધા વધારવાના રાજય સરકારનું પગલુ આવકાર દાયક છે. જેમાં કલસ્ટર વાઇઝ એરીયાથી શરૂ કરી છેક છેવાળાના લોકો સુધી આ સેવાનો લાભ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાકીય સહાયના લાભાર્થીઓને સહાયના ચેક તથા કિટસ મંત્રીશ્રી તથા મહાનુભવોના હસ્તે અપર્ણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર,પૂર્વ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા સમાહર્તા શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલિક સહિત આસપાસ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *