સાબરકાંઠા જિલ્લામાં પોષણ અભિયાનનો પ્રારંભ

જિલ્લાના કુપોષણના કંલકને નાથવા લોક જાગૃતિના કાર્યક્રમો યોજાશે

—————————————

       સમગ્ર રાજયભરમાં તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ થી પોષણ અભિયાનની શરૂઆતા કરવામાં આવી છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કુપોષણના કંલકને નાથવા અને જિલ્લાને સુપોષણયુક્ત બનાવવા સમગ્ર માસ દરમ્યાન લોકજાગૃતિના અભિયાન હાથ ધરવામાં આવશે.

            જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે, બાળકોના પોષણ સાથે સંકળાયેલ તમામ વિભાગોન સાંકળી લઇ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં કુપોષિત બાળકોમાં ધટાડો થાય અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પોષણ સેમિનાર, યુવા શક્તિ રેલી, મમતા દિવસ, બાળતુલા દિવસ, આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાન, પ્રભાત ફેરી, આરોગ્ય તપાસ, અન્ન પ્રાશન અને લોક જાગૃતિ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે બાળ વિકાસલક્ષી વિવિધ ઉત્કર્ષ યોજનાઓનું અમલીકરણ કરવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે એમ ઉમેર્યુ હતું.  

               જિલ્લા પંચાયત હોલ ખાતે પોષણ માસની ઉજવણી પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેસાઇ, પ્રોગામ ઓફિસર શ્રી શ્રીમાળી તેમન સંકલિત બાળ વિકાસ વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓને ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *