હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિની ઉજવણી કરાઇ

             આતરરાષ્ટ્રીય યોગ દિની સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

              સમગ્ર સાબરકાંઠા યોગમય બની જિલ્લાના ૧૫૭૪ સ્થળે યોજાયેલ યોગ નિદર્શનમાં બે લાખથી વધુ લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષે યોજાયેલ યોગ દિની સરખામણીએ ૬૩,૨૩૮ વધુ લોકો યોગ નિદર્શનમાં જોડાયા હતા.

              આ પ્રસંગે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રભારી સચિવશ્રી જયંત રવિ, જિલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ માલ સહિત અન્ય અધિકારીઓ તેમજ સહયોગ કૃષ્ઠ સેવાના બાળકો, જેલના કેદીઓ પોલીસ જવાનો, શહેરીજનો  અને શાળાના બાળકો ઉપસ્થિત રહિ યોગ નિદર્શનનો લાભ લીધો હતો.    

તાલુકો

કેન્દ્રો

યોગમાં જોડાનાર લોકો

હિંમતનગર

૩૮૬

૯૯,૯૧૮

ઇડર

૨૫૭

૪૬,૨૩૭

વડાલી

૧૨૯

૧૬,૩૬૧

પ્રાંતિજ

૧૪૯

૨૯,૫૨૮

તલોદ

૧૮૯

૨૮,૦૦૫

ખેડબ્રહ્મા

૧૮૪

૨૭,૩૬૭

વિજયનગર

૧૬૦

૨૮,૬૦૬

પોશીના

૧૩૩

૧૩,૩૧૦

કુલ

,૫૭૪

,૮૬,૩૩૨

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *