હિંમતનગર ખાતે ડીજીધન મેલો યોજાયો.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ધ્વારા કાળાનાણા અને ભષ્ટ્રાચાર ડામવા ડીજીટલ પેમેન્ટને ઉતેજન આપવા ડીજીટલ ઇન્ડીયા અંતર્ગત ડીજીટલ પેમેન્ટ અંગેનો ડિજીધન મેલો હિંમતનગરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો.
ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતિ નિમિતે ‘‘૧૦૦ ડિજીધન મેલા ’’ની ઉજવણીનું દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ જિલ્લા સમાહર્તા શ્રી પી. સ્વરૂપે સાબરકાંઠા જિલ્લામાં આવેલ દેશનું સૌ પ્રથમ ડિજીટલ વીલેજની જેમ અન્ય ગામ પણ આ પ્રકારની કામગીરીમાં જોડાય તે માટે આહવાન કર્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ડિજીટલ પેમેન્ટની કામગીરીને વેવંતી બનાવનાર ડિજીટલ અનેબલ્ડ વિલેજના સરપંચોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વેપારીઓ અને નગરજનોને પણ ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
ડીજીટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી શ્રી ધ્વારા બાયસેગના માધ્યમથી સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડિજીધન મેલાના વિજેતાઓને કરવામાં આવેલ ઇનામનું પ્રસારણ પ્રસારીત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ.), અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલે સહિત અન્ય મહાનુભવો ઉપરાંત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *