હિંમતનગર ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

            સાબરકાંઠા જિલ્‍લાકક્ષાનો  ૬૯માં પ્રજાસત્‍તાક પર્વની હિંમતનગર  ખાતે દબદબાભેર આનંદ અને ઉલ્‍લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્‍તાક પર્વ નિમિત્‍તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધ્‍વજારોહણ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા શ્રી પી.સ્વરૂપની વિશેષ ઉપસ્‍થિતિમાં રાષ્‍ટ્રીય ધુનની સુરાવલીઓ વચ્ચે રાષ્‍ટ્રના આન-બાન-શાન સમો ગૌરવવંતો ત્રિરંગો લહેરાવી સલામી આપી ધ્‍વજવંદન કરાયું હતુ.

        રાષ્ટ્રભૂમિના ણ અદા કરવાના આ અનેરા પ્રસંગેને પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર સહિતના સપૂતોને વંદન કરી રાજય સરકારની પ્રો-એક્ટીવ ગવર્નન્સની વાત કરતા કલેકટર શ્રી પી.સ્વરૂપે જણાવ્યું હતું કે, સરકારે લોક કલ્યાણના કામો ઘર આંગણે જઇ તાકીદે પ્રશ્નો દૂર કરવાનો સંવેદનશીલ પ્રયત્ન કર્યો છે અને જનહિતના અનેકવિધ નિર્ણયો હાથ ધર્યા છે.

        રાજય સરકાર જોબફેરના માધ્યમથી  યુવાનોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યુ છે. જેના થકી સાબરકાંઠા જિલ્લામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરી ૨૦૦થી વધુ યુવાનોને રાષ્ટ્રસેવાની ભાવના રંગે રંગવાનું કામ કરાયું છે. જિલ્લામાં મેડિકલ કોલેજનું નિર્માણ કરી આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવામાં આવી હોવાનું ઉમેર્યુ હતું.

               તેમણે જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં પુલ તથા રસ્તાઓનું નિર્માણ કાર્ય અને જિલ્લાને જોડતા રસ્તાઓનુ  વિસ્તૃતિકરણ કરી ફોર-લેન, સિક્સલેનમાં રૂપાતંરણ કરવામાં આવ્યું છે. જયારે રેલવેને બ્રોડગેજમાં રૂપાતરીત કરવાની કામગીરી જિલ્લાની રેલ સેવાને વધુ વેગવંતી બનશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

           કલેકટર શ્રીએ સાબરકાંઠા જિલ્લામાં કુપોષણ નિવારણાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વિવિધ વિભાગોને સાંકળી લઇ સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણની દિશામાં કામ હાથ ધર્યુ છે. જિલ્લામાં પીવાની પાણીની વ્યવસ્થા સુદ્રઢ બની હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે જિલ્લાના આદિજાતિ વિસ્તારોને હેન્ડ પંપ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે શહેરી વિકાસની વાત કરતા ઉમેર્યુ હતું કે હિંમતનગર શહેરમાં કેનાલ બ્યુટીફિકેશન, ટાઉનહોલ રીનોવેશન તેમજ અન્ડર બ્રિજ નિર્માણએ શહેરી વિકાસની રૂપરેખાને તાદશ્ય કરે છે

     

         પ્રજાસત્‍તાક પર્વ નિમિત્‍તે પરેડ કમાન્‍ડરના નેતૃત્‍વમાં પોલીસ પ્‍લાટુન, હોમગાર્ડ પ્‍લાટુન, ગ્રામ રક્ષક દળ, જુનિયર-સિનિયર એન.સી.સી., અશ્વ દળ તેમજ પોલીસ બેન્‍ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઇ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. જયારે હિંમતનગર  વિવિધ શાળા અને હાઇસ્‍કુલના બાળકો ધ્‍વારા સૂર્ય નમસ્‍કાર, દેશભકિત ગીત, અંગ કસરત, યોગાસન તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરાયા હતા. જેમાં પોશીનાની કસ્તૂરબા વિધાલયની આદિજાતિ બાળોઓ દ્રારા કરવામાં આવેલ કરાટે નિદર્શને આકર્ષણ જમાવ્યું હતું.

       આ પ્રસંગે જિલ્‍લા ખેતીવાડી વિભાગ, જિલ્‍લા શિક્ષણાધિકારી, ગ્રામ વિકાસ એજન્‍સી, નશાબંધી વિભાગ, પાણી પુરવઠા, વન વિભાગ અને આદિજાતિ વિભાગ ધ્‍વારા વિકાસની ઝાંખી કરાવતા ટેબ્‍લો રજુ કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે પ્રાયોજના વહીવટદાર આદીજાતિનો આવ્‍યો હતો

         પ્રજાસત્‍તાક પર્વ-૨૦૧૮ની ઉજવણી નિમિત્‍તે હિંમતનગર  તાલુકાના વિકાસ અર્થે રૂ.૨૫ લાખનો ચેક નાયબ કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્‍યો હતો આ વિશેષ પ્રસંગે પરેડ ગ્રાઉન્ડ  ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. 

        આ પ્રજાસત્‍તાક પર્વ નિમિત્‍તે સાસંદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત, ધારાસભ્‍યશ્રી હિતુ કનોડીયા, અશ્વિનભાઇ કોટવાલ, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, રેન્જ આઇજી શ્રીમતી તોરવણે, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, પોલીસ વડા શ્રી સૌરભસિંધ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *