હિંમતનગર તાલુકાના પુનાસકણ ખાતે ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ

      હિમતનગર તાલુકાના પુનાસણ ખાતે આવેલ શ્રવણ સુખધામમાં ઈ- લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખ્યાતનામ મોટીવેશન વક્તા શ્રી સંજય રાવલ, સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), મોડાસા દેવરાજ ધામના મહંત શ્રી ધન્ગીરીબાપુ ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું કે કવિશ્રી ઉમાશંકર જોશીના પંથકમાં ઈ-લાયબ્રેરી અને સંલગ્ન શૈક્ષણિક પ્રવૃત્તિઓ નાં સમન્વયરૂપ સરસ્વતી સાધનાનો પ્રયાસ પ્રસંસનીય છે. આપણો ભાવી પેઢીની શિક્ષણની રુધિ પૂર્વકની માંગને સુવ્યવસ્થિત રીતે પૂરી પાડવાનું કામ આ શ્રાવણ સુખધામે સુચારુરૂપે કર્યું છે.
ખ્યાતનામ વક્તા શ્રી સંજય રાવલે ફિયરલેસ લાઈફ ઉપર મનનીય પ્રવચન આપેલ. આવા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સંચાલકોને ધન્યવાદ પાઠવેલ. ઈ-લાયબ્રેરી ખાતે મહાભારત થી માંડીને ઉમાશંકર જોશી અને બાળકો તથા યુવાનો માટે કાર્ટુન થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નું જરૂરી સાહિત્ય સાથેની ડેટાબેંક બનાવી ઈ-લાયબ્રેરી નો અભિગમ આવકાર્ય છે.
શ્રાવણ સુખધામના ઓ,એસ ઇન્દુબેન પ્રજાપતિ એ આગામી સમયમાં આર્યુવેદિક સારવાર અને ગીરગાય શાળા શરુ કરવાનાં આયોજન અંગે પણ જણાવેલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *