હિમતનગર ખાતે આયુષ અવેરનેસ કેમ્પ યોજાયો

        નિયામક શ્રી ભારતીય તબીબી અને હોમિયોપેથીની કચેરી ગાંધીનગરનાં માર્ગદર્શન અને જીલ્લા આર્યુવેદિક અધિકારીશ્રી સાબરકાંઠા દ્વારા તા ૧૬-માર્ચ નાં રોજ કેશવ પાર્ટી પ્લોટ, હિમતનગર ખાતે આયુષ અવેરનેસ કેમ્પ યોજાયો.
કેમ્પ માં ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ.) એ જણાવેલ કે આયુર્વેદ આપણી સંસ્કૃતિ ની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્ય નું રક્ષણ કરવું એ આર્યુવેદ નો પ્રથમ ઉદેશ છે. ઋતુજન્ય રોગોની સામે રક્ષણ મેળવવા અને વાતાવરણ ની શુદ્ધિ માટે આર્યુવેદિક યજ્ઞ નું પણ કેમ્પ સાથે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રાજ્યના પ્રસિદ્ધ રાજવૈધ શ્રી એમ.એચ.બારોટે જણાવ્યુકે આજના કેમ્પમાં પ્રકુતિ નાડી પરીક્ષણ, વાત્વ્યાધી,અગ્નીકર્મ ,ત્વચાના રોગો,રકત્મોક્ષણ,સુવર્ણ પ્રાશન , વનસ્પતિ પ્રદર્શન અને આયુર્વેદ યજ્ઞ નો સમન્વય દર્શાવેછે કે જીલ્લામાં આયુર્વેદ પ્રત્યે વિશેષ કાળજીઓ લેવામાં આવી રહી છે. જીલ્લાના અધિકારીશ્રીઓને હું આ પ્રસંગે ખાસ ધન્યવાદ આપુછું.
આકેમ્પ્માં કુલ ૭૮૭૨ દર્દીઓએ લાભ લઈને આયોજિત યજ્ઞમાં આહુતિ આપેલ અને પ્રદર્શન નો પણ લાભ લીધેલ.
વિશેષમાં હિમતનગર નાં ખાનગી દવાખાના નાં સેવાભાવી વેધ અને હોમિયોપેથી નિષ્ણાત શ્રીઓએ પણ આ કેમ્પ માં ઉપસ્થિત રહી જીલ્લાના પ્રજાજનોને વિનામૂલ્યે સેવાઓ આપેલ.
આ કેમ્પમાં હિમતનગર નગરપાલિકાના મેયર શ્રીમતી નીલાબેન પટેલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.કે. પટેલ,જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી કલ્પનાબેન , જીલ્લાના તમામ આયુર્વેદ ડોક્ટરશ્રીઓ, ગાયત્રી પરિવારના સેવાભાવી કાર્યકરો અને બહુ મોટી સંખ્યામાં જિલ્લના પ્રજાજનો ઉપસ્થિત રહેલ. ​

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *