જીલ્લા વિકાસ અધિકારીશ્રીની આંગણવાડી કેન્‍દ્રની મુલાકત

જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) દ્વારા તાજેતર માં આંગણવાડી ખાતે ચાલતા ઘનિષ્ઠ પોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જીલ્લાનાં અંતરિયાળ પોશીના નાં મીઠીવેડી ગામની આંગણવાડી ની ઓચિંતી મુલાકાત લીધી. જ્યાં તેઓશ્રીએ કાર્યકર તથા તેડાગર બહેન ને વધુ સારી કામગીરી બાબતે જરૂરી સુચના આપેલ. આંગણવાડી ની કામગીરી અને માતા તથા બાળકોમાં કુપોષણ નાબુદી માટે ગ્રામજનો સાથે પણ મુલાકાત કરવામાં આવેલ. ગ્રામજનો એ જીલ્લા નાં મુખ્ય અધિકારીશ્રીની આ મુલાકાત માટે આભાર ની લાગણી વ્યકત કરેલ.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *