આઈ.ઈ.સી. વાનનું લોકાર્પણ

જીલ્લાના અંતરિયાળ પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને રોગ પ્રતિકારક રસીકરણ કાર્યક્રમ ની જન જાગૃતિ વધારવાના ઉમદા હેતુસર યુનિસેફ દ્વારા સાબરકાંઠા જિલ્લાને આઈ.ઈ.સી. વાન આપવામાં આવેલ છે. જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, જીલ્લા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી ,જીલ્લા વિકાસ અધિકારીશ્રી ,જીલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, આરોગ્ય શાખા નાં અધિકારી – કર્મચારીઓ અને યુનિસેફ નાં પ્રતિનિધિઓની ઉપસ્થિતિ માં ૨૩ માર્ચ નાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્ર સિંહ કુંપાવત અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) દ્વારા રોજ લીલી ઝંડી આપી વાન ને આઈ.ઈ.સી. કામગીરી સારું રવાના કરવામાં આવેલ.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *