સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે સ્‍વાતંત્રય પર્વની ઉજવણી

        સાબરકાંઠા જિલ્લા પંચાયતનાં પટાંગણમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમ‍િતિ રતનબેન સુતરીયાના વરદહસ્તે ધવ્જવંદન સમારોહ ઉજવાયો. આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી એ.એમ.દેસાઇ, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. તાલુકા પ્રાથમિક શાળા, હિમતનગરનાં બાળકોએ આ પ્રસંગે દેશભક્તિના ગીતોની સુરાવલીઓ સાથે નૃત્ય રજુ કરેલ. ઉપસ્થિત તમામ બાળકોને પ્રમુખશ્રી અને મંચસ્થ મહાનુભાવોએ ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *