તલાટી અને ગ્રામ સેવકોને જાગૃતિ કેળવવા તાલીમ યોજાઇ

          જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં આંકડાકીય માહિતીના એકત્રીકરણમાં તલાટી અને ગ્રામ સેવકોને જાગૃતિ કેળવવા તાલીમનું આયોજન કરવામાં આવેલ

          આજની તાલીમમાં ઉપસ્થિત તલાટી કમ મંત્રીઓ અને ગ્રામસેવકોને આંકાડાકીય કામગીરીમાં ચોકસાઈ રાખવા, રાજ્ય અને જીલ્લા કક્ષાએ નિભાવવામાં આવતાં આંકડા તેમજ વિલેજ પ્રોફાઈલનાં ડેટાની અગત્યતા અંગે માર્ગદર્શિત કરવામાં આવેલ.

          જીલ્લા આંકડા અધિકારીશ્રીએ માહિતીના એકત્રીકરણ અંગે ખેતી વિષયક,પશુધન ગણતરી, આર્થિક ગણતરી, બિજનેસ રજીસ્‍ટર, જન્મ મરણનાં આંકડા, આરોગ્યવિભાગ, શિક્ષણ વિભાગ, વિકાસ શાખા ને લગતી બાબતે ઉપસ્થિત સર્વે કર્મચારીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.

          જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ)એ નવીન નિમણુક પામેલ તલાટી કમ મંત્રી અને ગ્રામસેવકોને પંચાયત ધારાની વિવિધ જોગવાઈઓ,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી તથા વોર્ડ સભ્યોની ફરજો-જવાબદારીઓ,ગૌચર, દબાણના વિવિધ પ્રશ્નો અને તેના નિકાલ.જેવા ગ્રામ્યકક્ષાનાં અતિમહત્વના પ્રશ્નો અંગે માર્ગદર્શિત કરેલ.

           જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવતે તાલીમમાં ઉપસ્થિત રહીને સર્વે કર્મચારીઓ ને વિષયોચિત માર્ગદર્શન આપેલ.

       આ તાલીમમાં જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, હિસાબી અધિકારીશ્રી,વિષય નિષ્ણાત નિવ્રૂત જીલ્લા ઓડીટરશ્રી પણ ઉપસ્થિત રહેલ

સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્‍યસભા યોજાઇ

        સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતએ નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ નું અંદાજપત્ર તથા નાણાંકીય વર્ષ સને ૨૦૧૭-૧૮ નું સુધારેલ અંદાજપત્ર સર્વે સભ્યશ્રીઓ પાસે આજની જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુરી અર્થે મુકવામાં આવેલ જેને સર્વે એ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

       આગામી નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટે જિલ્લા પંચાયતની કુલ આવકો રૂ. ૮૬૫.૧૬ કરોડ જેટલી દરમ્યાન કુલ રૂ. ૮૬૨.૬૬ કરોડ ખર્ચ અંદાજવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૭.૫૯ કરોડ સ્વભંડોળ સદરે તેમજ રૂ. ૮૪૧.૨૩ કરોડ સરકારી સદરે ખર્ચ થવાની સંભાવના છે. આમ સમગ્ર રીતે જોઈએ તો સ્વભંડોળ સદરે રૂ. ૨.૫૦ કરોડ જેટલી બચતો રહેવા સંભાવના છે.
જિલ્લા પંચાયતના ચાલુ નાણાંકીય વર્ષ સને ૨૦૧૭-૧૮ માટે સુધારેલ અંદાજો મુજબ જિલ્લા પંચાયતની આવકો રૂ. ૮૫૦.૭૫ કરોડ તથા ખર્ચ રૂ. ૮૪૫.૪૫ કરોડ થવા સંભવ છે.

           આગામી નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટેનું સાબરકાંઠા જિલ્લા પંચાયતનું પુરાંતવાળા અંદાજપત્રની જોગવાઈઓ પૈકી સ્વભંડોળ સદરે કરવામાં આવેલ કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.

 જિલ્લાના અંતરીયાળ વિસ્તારો માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સારૂ કુલ રૂ. ૯૯૬૪.૮૦ લાખ (રૂ.૧૩૩.૮૦ લાખ સ્વ-ભંડોળના તથા રૂ.૯૮૩૧.૦૦ લાખ સરકારી પ્રવ્રુત્તિઓ) ની જોગવાઈ પંચાયત અને વિકાસ શાખા ધ્વારા સુચવવામાં આવી છે. સદરહું જોગવાઈઓ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોની પાયાની સુવિધામાં વધારો કરશે. જેમાં વિકાસના કામો સદરસ્યશ્રીઓની દરખાસ્ત અનુસાર કામો માટે રૂ.૧.૨૬ કરોડનો સમાવેશ થાય છે.

      જિલ્લાના છેવાડાના વિસ્તારના બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે અને તેમનો
સર્વાંગી વિકાસ થાય તેમજ આવા બાળકો ભવિષ્યના શ્રેષ્ઠ નાગરીકો બને તેવા ઉદ્દેશ સાથે શિક્ષણ ક્ષેત્રે આગામી વર્ષ માટે કુલ રૂ.૩૮૭૭૩.૯૦ લાખ (રૂ.૨૦.૮૦ લાખ સ્વ-ભંડોળ તથા રૂ. ૩૮૭૫૩.૧૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે આરોગ્ય, કુટુંબ કલ્યાણ, આયુર્વેદ તેમજ પોષણ ક્ષેત્રે આગામી વર્ષ માટે કુલ રૂ. ૪૬૪૫.૫૦ લાખ (રૂ.૬.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૪૬૩૯.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે. આ જોગવાઈમાં નેત્ર યજ્ઞ, ડાયાબિટીસ, તેમજ અન્ય રોગ માટે નિદાન કેમ્પ યોજવા અને આયુર્વેદ દવાખાનામાં સુવિધાઓ વધારવા રૂ. ૨.૦૦ લાખ તેમજ અંબાજી પગપાળા યાત્રિકો માટે દવા તેમજ અન્ય સુવિધા વિગેરેના ખર્ચ માટે કુલ રૂ.૧.૫૦ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે.

 જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પશુધન માટે સારવારની શ્રેષ્ઠ સુવિધાઓ તથા તાલીમ શિબીરો તેમજ ગ્રામ કક્ષાએ મૃત પશુઓના નિકાલના સ્થળે રોગચાળો ન ફેલાય તે માટે દવા ખરીદી તેમજ હોઈસ ટ્રેવિસ આપવા માટે કુલ રૂ.૯૮૧.૦૦ લાખ (રૂ.૩.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૯૭૭.૫૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ પશુપાલન ક્ષેત્રે સુચવવામાં આવી છે,

 જિલ્લાના અંતરીયાળ વિસ્તારના લોકો તેમજ બાળકો ઈન્ટરનેટના આજના જમાનામાં દુનિયા સાથે કદમ થી કદમ મિલાવી શકે તેમજ વાઈ-ફાઈ ઈન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ બનતી સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તેવા આશયથી ડીજીટલ સેતુ કાર્યક્રમ અંતર્ગત ઈન્ટરનેટ-વાઈ-ફાઈની સુવિધાઓ તથા જિલ્લા પંચાયતની વેબસાઈટના સતત સંચાલન વગેરે હેતુ માટે જિલ્લાની આંકડા શાખા ધ્વારા આગામી નાણાંકીય વર્ષ માટે કુલ રૂ.૬૭.૯૫ લાખ (રૂ.૨૨.૯૫ લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૪૫.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે.

 સમાજના નબળા વર્ગના લોકોના કલ્યાણ તેમજ વિકાસ માટે કલ્યાણકારી આવશ્યક પ્રવૃત્તિના વ્યાપ વધારવાના હેતુસર પશુ ખેંચવાની હાથલારી ખરીદીમાં સહાય પેટે રૂ. ૨.૦૦ લાખ, તેમજ સામાજિક ન્યાય નિધીમાં તબદિલ કરવાની રકમ રૂ.૧૦.૦૦ લાખ તેમજ અનુ.જાતિના મહોલ્લામાં પાણીની સુવિધા તેમજ વિકાસના સામુહિક કામોની સુવિધા માટે રૂ. ૨૦.૦૦ લાખ તથા શિક્ષણ ક્ષેત્રે અનુ.જાતિના છાત્રાલયોને છાત્રોની સુવિધા અંગે રૂ. ૧૦.૦૦ ની જોગવાઈઓ જેવી મુખ્ય જોગવાઈઓ મળી કુલ રૂ. ૧૦૬૬.૫૦ લાખ (રૂ.૪૩.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૧૦૨૩.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સમાજ કલ્યાણ ક્ષેત્રે સુચવવામાં આવી છે.

આજની આ બજેટ બેઠકમાં જીલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખશ્રી, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી, તમામ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ શાખાધિકારીઓ ઉપસ્થિત રહેલ.

 

પોશીના ખાતે મહિલા દિનની ઉજવણી

          ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુલક્ષીને ઉન્નતી સંસ્થા દ્વારા લાંબડીયા તા પોશીના ખાતે મહિલાઓને જાહેર યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જાણકારી આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો.

          પોશીના તાલુકાની મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ અંગેના વિશેષ કાયદાઓ, તેઓને મળતા વિશેષ લાભો, પછાત તાલુકામાં મહિલાઓના સર્વાંગી વિકાસ, વિવિધ લઘુ ઉદ્યોગોમાંથી આજીવિકા અંગેની જાણકારી,કુપોષણ નાબુદી, આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ,સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ, સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે સંપૂર્ણ જાણકારી મળીરહે તેવા ઉમદા હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટરશ્રી પી.સ્વરૂપ(આઈ.એ.એસ), જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ) અને સફર સંસ્થા અમદાવાદ નાં સુશ્રી સોફીયાખાને ઉપસ્થિત રહી સર્વે બહેનોએ વિષયોચિત માર્ગદર્શન આપેલ.

          ઉન્નતી સંસ્થા દ્વારા કાર્યક્રમ સ્થળે વિવિધ શાખાઓના સંકલન અને સહયોગથી યોજનાકીય જાણકારીના વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવેલ. જેનો ઉપસ્થિત મહિલાઓ સહીત અન્ય લોકોએ પણ સારો લાભ લીધેલ.

          આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નેતાભાઈ સોલંકી, પોશીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી મનુભાઈ પરમાર, જીલ્લા પંચાયત ખેત.ઉત્પાદન અને સિંચાઈ સમિતિ ચેરમેનશ્રી રણછોડભાઈ અંગારી, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી,સ્થાનિક લોક આગેવાનો સહીત ખુબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે મહિલા સંમેલન યોજાયું

         આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમીત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું.

           પ્રાસંગિક પ્રવચન કરતા ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દિવસે દિવસે દિકરીઓના ઘટતા પ્રમાણ સમાજ માટે ચિંતાજનક હોવાનું જણાવતા કહ્યુ હતું કે, જેનાથી સમાજમાં દુરોગામી અસર પડી રહી છે તેથી બેટી બચાવો- બેટી ભણાવો માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે.

          વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગર્ભ લીંગ પરીક્ષણ કરનાર અને ભ્રૃણહત્યા કરનાર પી.એનડીટી કાયદાનો ભંગ કરનાર તબીબો વિરૂધ્ધ કડક પગલા લેવા રાજ્ય સરકારે દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે.  મંત્રીશ્રીએ સમાજમાં જાગૃતિ લાવવા તથા દિકરીઓના જન્મ પ્રમાણ વધારવા રાજય સરકારે ચાલુ વર્ષે નન્હીપરી અવતરણનો કાર્યક્રમ યોજ્યો જેને વધાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માતાઓ પાસે પંહોચ્યા હતા. આમ દિકરીઓના જન્મ-માન-સન્માન આપવા રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું   

         વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજય સરકારની નોકરીઓ મહિલાઓ માટે આરીક્ષત  કરવામાં આવી છે. જેને લઇ રાજયની પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓની ભરતી કરી મહિલા સશક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તો વળી વિધવા મહિલાઓને સખી મંડળ અને મિશન મંગલમ દ્વારા સ્વરોજગારીની નવી દિશામાં કામ આપવાની શરૂઆત કરી પગભર બનાવવામાં આવી છે.

            તેમણે આંગણવાડીની મહિલાઓની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ યશોદા માતાઓ ભારતના ભાવિને પ્રશિક્ષણ આપવાનું કામ કરી રહી છે. મંત્રીશ્રીએ મા અમૃત્તમ અને મા વાત્સલ્ય યોજના થકી આરોગ્યની કરૂણાસભર સેવાની શરૂઆત કરી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 

        આ પ્રસંગે જિલ્લા સાસંદ શ્રી દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રસંગોચિત ઉદ્વબોધન કર્યુ હતું.

        મહિલા સંમેલન નિમિતે શતાયું માતાઓ, મહિલા સંચાલિત પંચાયતના સરપંચ, તેજસ્વી દિકરીઓનું સન્માન તથા જરૂરીયામંદ મહિલાઆને સહાય કિટસ અપર્ણ કરવામાં આવી હતી.  

        મહિલા દિન નિમિત્તે શહેરના મહાકાળી મંદિર, સહકારી જીન અને કલેકટર કચેરી ખાતેથી મહિલા જાગૃતિને લગતી રેલી યોજાઇ હતી. આ રેલીને જિલ્લા કલેકટરશ્રી પી.સ્વરૂપે પ્રસ્થાન કરાવ્યું હતું.      

            આ પ્રસંગે હિંમતનગર પાલિકા પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ, તખતસિંહ હડિયોલ, અશોક જોષી, મહેન્દ્રસિંહ રહેવર, જિલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંધ સહિત મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

સાબરકાંઠા જિલ્લામાં ૧૬ “નન્હી પરી”ઓનું અવતરણ

        

           સમગ્ર રાજયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારના રોજ આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં નન્હી પરી અવતરણ કાર્યક્રમ યોજાયો હતો.

              જેમાં મંત્રીશ્રીએ જિલ્લામાં આજે જામળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને હિંમતનગરની વદરાન હોસ્પિટલમાં જન્મનાર દિકરીઓની માતાને  ચાંદીનો સિક્કોમીઠાઇ અને ફૂલ આપી બેટી જન્મની વધામણી આપી હતી.  

        જિલ્લામાં આજે ૧૬ જેટલી નન્હી પરીઓનું અવતરણ થતા તમામ માતાઓને મમતા કિટ આપી બેટી વધાવો કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

           આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપજિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસઆરોગ્ય અધિકારી શ્રી ડૉ. મનીષ ફેન્સીડૉ. કનેરીયા સહિત આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો છે.  

 

“ શાળા સ્વચ્છતા ગુણાંક એપ્સ”નું જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે લોંચીંગ ……

            સ્વચ્છતા દરેક વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જીવનના દરેક તબક્કે સ્વચ્છતાની પ્રાણવાયુ જેટલીજ જરૂરીયાત છે. સરકારશ્રી દ્વારા પણ સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઘનિષ્ઠ કામગીરી કરાવી રહી છે.
આજ ઉપક્રમમાં આજરોજ સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે જીલ્લામાં શિક્ષણશાખા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,યુનિસેફ સંસ્થાના નાણાકીય સહયોગ અને એ.એસ.સી.આઈ સંસ્થાનાતાંત્રિક માર્ગદર્શનથી “ શાળા સ્વચ્છતા ગુણાંક એપ્સ”નું જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) નાં હસ્તે લોન્ચિંગ કરવામાં આવેલ.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાબરકાંઠા સમગ્ર ગુજરાત રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સદા અગ્રેસર રહ્યુછે. અને આ માટે જિલ્લાને રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી નાં વરદ હસ્તે સન્માનપત્ર અને એવોર્ડ પણ મળી ચુક્યા છે.
“શાળા સ્વચ્છતા ગુણાક એપ્સ” દ્વારા સમગ્ર જીલ્લાની તમામ શાળાઓમાં પીવાનું પાણી, સ્વચ્છતાના જુદા- જુદા ધોરણો, ટોઇલેટ ની સ્વચ્છતા તથા મેન્ટેનન્સ જેવા વિષયો પર ભાર મુકવામાં આવેલ છે. શાળાઓ અને આંગણવાડીમાં બાળકોને સ્વચ્છ પાણી અને અન્ય સુવિધાઓ નિયત કરેલ ધોરણ અનુસારનું પ્રમાણ છે કે નહિ તેમજ તેની જરૂરી ચકાસણી અને સુધાર-વધારા નાં આયોજન માટે નક્કી કરેલ પ્રફોર્માંમાં જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકારશ્રી દ્વારા માન્ય કરેલ સંસ્થા દ્વારા સમગ્ર માહિતી નું એનાલીસીસ કરી જરૂરી સુધારા વધારા સાથેનો એક્શન પ્લાન બનાવી અન્ય જીલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવશે.
આજરોજ આ નવીન એપ્સ નાં લોચિંગ બાદ ઉપસ્થિત તમામ કર્મચારીઓ ને એપ્સ્ની તમામ વિગતો ભરવા માટે જરૂરી સમજ આપવા માટેનો વર્કશોપ પણ યોજાયેલ.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાય, શ્યામ નારાયણ દવે વોશ સ્પ્સેશીયાલીસ્ટ- યુનિસેફ, પ્રેરણા સોમાની સ્ટેટ કન્સલ્ટન્ટ યુનિસેફ, એન.સ્પંદના,સીનીયર રીસર્ચ આસીસ્ટન ,એ.એસ.સી.આઈ, બી.આર.સી.કો.ઓ., સી.આર.સી.અને ડી.આર.ડી.એ નાં કર્મચારીઓ ઉપસ્થિત રહેલ

 

હિંમતનગર તાલુકાના પુનાસકણ ખાતે ઇ-લાઇબ્રેરીનું લોકાર્પણ

      હિમતનગર તાલુકાના પુનાસણ ખાતે આવેલ શ્રવણ સુખધામમાં ઈ- લાયબ્રેરી ખુલ્લી મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં ખ્યાતનામ મોટીવેશન વક્તા શ્રી સંજય રાવલ, સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), મોડાસા દેવરાજ ધામના મહંત શ્રી ધન્ગીરીબાપુ ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ જણાવ્યું કે કવિશ્રી ઉમાશંકર જોશીના પંથકમાં ઈ-લાયબ્રેરી અને સંલગ્ન શૈક્ષણિક પ્રવૃત્તિઓ નાં સમન્વયરૂપ સરસ્વતી સાધનાનો પ્રયાસ પ્રસંસનીય છે. આપણો ભાવી પેઢીની શિક્ષણની રુધિ પૂર્વકની માંગને સુવ્યવસ્થિત રીતે પૂરી પાડવાનું કામ આ શ્રાવણ સુખધામે સુચારુરૂપે કર્યું છે.
ખ્યાતનામ વક્તા શ્રી સંજય રાવલે ફિયરલેસ લાઈફ ઉપર મનનીય પ્રવચન આપેલ. આવા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સંચાલકોને ધન્યવાદ પાઠવેલ. ઈ-લાયબ્રેરી ખાતે મહાભારત થી માંડીને ઉમાશંકર જોશી અને બાળકો તથા યુવાનો માટે કાર્ટુન થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નું જરૂરી સાહિત્ય સાથેની ડેટાબેંક બનાવી ઈ-લાયબ્રેરી નો અભિગમ આવકાર્ય છે.
શ્રાવણ સુખધામના ઓ,એસ ઇન્દુબેન પ્રજાપતિ એ આગામી સમયમાં આર્યુવેદિક સારવાર અને ગીરગાય શાળા શરુ કરવાનાં આયોજન અંગે પણ જણાવેલ.

 

વેરાબર ખાતે પ્રજાસતાક પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેા

                તા ૨૭ જાન્યુઆરી નારોજ વેરાબર. તા- ઇડર ખાતે એચ.પી.જોશી અને એચ.આર મહેતા હાઈસ્કુલ ખાતે પ્રજાસતાક પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ જેમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ .એ.એસ) ઈડરના ધારાસભ્યશ્રી હિતુ કનોડિયા, સ્થાનિક લોક આગેવાનો અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુંકે શિક્ષણ દ્વારા વ્યક્તિનો વિકાસ થાય છે અને જીવનમાં શિસ્ત અને સંસ્કાર પણ આવેછે. અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃતિઓ પણ ખુબ મહત્વની છે. શિક્ષકમિત્રો  પાસેથી સમગ્ર સમાજ બહુ મોટી અપેક્ષાઓ રાખે છે. વાલી એ પણ પોતાના બાળકના સમગ્રતયા વિકાસ માટે વધુ દેખરેખ રાખવી એટલીજ જરૂરી છે. ​

તા ૨૮- જાન્યુઆરીનાં રોજ પોલીયો રસીકરણ કાર્યક્રમ

            તા ૨૮- જાન્યુઆરી નાં રોજ  પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લામાં વિવિધ સ્થળોએ મહાનુભાવોએ  ઉપસ્થિત બાળકોને પોલીયોની રસીના ટીપાં પીવડાવેલ. જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવતે  ઇડર ખાતે, જીલ્લા વિકાસ અધિકારીશ્રી  હર્ષ વ્યાસ (આઈ .એ.એસ)એ હિમતનગર બસ સ્ટેન્ડ અને પ્રાથમિક શાળા ખાતે, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલે  સેમ્બ્લીયા -ખેડબ્રહ્મા ખાતે  ઉપસ્થિત રહી પોલીયો રસીકરણ કામગીરીમાં ભાગ લીધેલ.

જીલ્લાત પંચાયત ખાતે ૬૯ માં પ્રજાસત્તાકક પર્વની ઉજવણી

        તા- ૨૬ જાન્યુઆરી નારોજ જિલ્લાપંચાયત ભવન ખાતે બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અભેસિંહ ઝાલા ના વરદ હસ્તે રાષ્ટ્રની આન – બાન- શાન સમા ત્રિરંગાને લહેરાવી રાષ્ટ્રગાંની ધૂન સાથે સલામી આપવામાં આવેલ. તાલુકા પ્રાથમિક શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ.  આ કાર્યક્રમ સમયે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મણીભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્યો, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એમ.દેસાઈ અને તમામ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. ​

1 2 3 4 5