સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ નં. પરચ /ર૦૦૩/ર૧૦૪/ ચ તા. ર૧/૭/૦૪ ના ઠરાવમાં યોજનાનો લાભ મેળવવાની પાત્રતાનું ધોરણ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કોઈ પણ ગુનો ન નોધાયો હોય અને નીચે મુજબના પ્રબંધો પરિપુર્ણ કરતા હોવા જોઈએ તે ગામો તીર્થગામ તરીકે જાહેર થવા પાત્રતા ધરાવે છે.
 • ગામમાં સમીક્ષાના વર્ષમાં કોઈ પણ ફોજદારી ગુન્હો તકરાર નોધાયેલ કે કરેલ ન હોવી જોઈએ
 • ગામમાં માંદક કે કેફી દ્રવ્યોનુ ઉત્પાદન વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ તેમજ તેના ભંગ અંગેનો કોઈ ગુનો સમીક્ષા વર્ષ કે તે દરમ્યાન નોધાયેલ ન હોવો જોઈએ
 • ગામ સ્વચ્છ હોવુ જોઈએ ગામમાં રસ્તાઓ ઉપર કે પાદરમાં ઉકરડા હોવા જોઈએ નહી
 • પ્રાથમિક શાળામાં પ્રવેશ પાત્ર કન્યા ઓનુ નામાંકનનું પ્રમાણ સારૂ હોવુ જોઈએ અને વર્ષ દરમ્યાન ધોરણ-૭ સુધીમાંડ્રોપ આઉટ ના કેસોનુ પ્રમાણ ઓછું હોવુ જોઈએ
 • સમરસ જાહેર થયેલ ગ્રામ પંચાયતોને અગ્રીમતા આપવાની રહેશે
 • ગામના સ્થાનિક પ્રશ્નો અંદર અંદરની સમજાવટથી, લોક અદાલત ની ઉચ્ચ ભાવનાથી સ્થાનિક કક્ષાએ નિકાલ કરવામાં આવતો હોવો જોઈએ
 • ગામના ધાર્મિક સ્થાનો અંગે ગામમાં કોઈ વિવાદ ચાલતો ન હોવો જોઈએ કે થવો ન જોઈએ
 • ગામમાં દલિત અને આદિવાસી વિસ્તારમાં ગામમાં અન્ય વિસ્તારમાં મળતી પ્રાથમિક સુવિધા ઓ જેવીજ સુવિધાઓ ઉપલબ્ધ થયેલી હોવી જોઈએ
 • ગામમાં જળસંચય યોજના હેઠળ ખેત તલાવડી /બોરી બંધ બનાવવામાં સારી સિઘ્ધિ હાંસલ કરેલી હોવી જોઈએ
 • ગામમાં મઘ્યાહન ભોજન યોજના હેઠળ ગ્રામ જનોએ તિથિઓ નોધાવવામાં શાળાના ઓરડાઓ સાધનો વિગેરે ભાગીદારી લીધેલી હોવી જોઈએ
 • ગામમાં અસ્‍પૃશ્યતા નિવારણનો ચુસ્ત અમલ થતો હોવો જોઈએ