C-DOT નવી દિલ્હીની ટીમ ધ્‍વારા જીલ્‍લાની મુલાાત…

તા- ૧૨ એપ્રિલ નાં રોજ C-DOT નવી દિલ્હીની ટીમ શ્રી એ. ભટ્ટાચાર્ય ની આગેવાની હેઠળ જીલ્લા ની મુલાકાતે આવેલ. સહુપ્રથમ જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) ની મુલાકાત લઈને જીલ્લા પંચાયત દ્વારા ડીજીટલ સેતુ પ્રોજકેટ અંતર્ગત ૬૫ ગ્રામ પંચાયત માં આપવામાં આવતી વાઈ- ફાઈ ની સુવીધા બાબતે જરૂરી જાણકારી મેળવેલ. તદઉપરાંત જીલ્લા પંચાયત દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રીન મીની ડેટા સેન્ટર અને સ્ટુડિયો રૂમ ની પણ મુલાકાત લીધેલ. તે અંગે પ્રતિભાવ આપતા જણાવેલ કે જીલ્લા પંચાયત દ્વારા ગ્રામ વિકાસનાં કાર્યો ઉપરાંત વાઈ- ફાઈ સુવિધા, ઈ લર્નિંગ ક્લાસ રૂપે સ્ટુડિયો રૂમમાં વિષય નિષ્ણાત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે જરૂરી લેસનનાં યુ ટ્યુબ ઉપરના વિડીયો મુકવા જેવી વિશેષ કામગીરી પ્રસંશા તથા પ્રેરણા દાયક છે.
ટીમ દ્વારા સમગ્ર દેશના સહુ પ્રથમ ડીઝીટલ વિલેજ આકોદરા ની મુલાકાત અંતર્ગત વાઈ- ફાઈ સુવિધા, કેશલેસ સુવિધા, આર.ઓ. પ્લાન્ટ,આંગનવાડી કેન્દ,ગ્રામ પંચાયત અને સાયબર કીટલી ની પણ મુલાકાત બાદ જણાવેલ કે જીલ્લા પંચાયત દ્વારા ગામ નાં અંદર શહેરની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવીને દરેક ગામને એક નવી ઓળખ આપવાનો પ્રયત્ન ખરેખર અભિનંદન ને લાયક છે.
સ્માર્ટ વિલેજ મુલાકાત અંતર્ગત દરામલી ગામમાં સરપંચ શ્રી સાથે મુલાકાત કરી ગ્રામજનો ને આપવામાં આવતી વિવિધ સુવિધા અંગે જાણકારી મેળવેલ. દરામલી ખાતે પણ વાઈ-ફાઈ સુવિધા, કોમ્પ્યુટર ક્લાસ, એ.સી. મીટીંગ હોલ , માઈક સીસ્ટમ, સી.સી.ટી.વી કેમેરા અને તમામ પાયા ની જરૂરીયાતો ની ૧૦૦ % સિદ્ધિ બાબતે સંતોષની લાગણી વ્‍યકત કરેલ. અને આ ગામને એક આદર્શ ગામ બનાવવા બદલ તમની ટીમ ને અભિનંદન પણ આપેલ.
મુલાકાત નાં અંતમાં જીલ્લા કલેકટર શ્રી સ્વરૂપ પી. (આઈ.એ.એસ) સાથે બેઠક કરી સરકાર શ્રી દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા માટેની એન.ઓ એફ.એન ની કામગીરી ની પ્રગીતી ની જાણકારી મેળવી અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી બાબતે જ્યાં નેટ ની સુવિધા પહોચી નથી ત્યાં કેવા પ્રત્યનો દ્વારા વધુ ઝડપી સુવિધા પહોચાડવામાં આવે તો છેવાડા નાં નાગરિકના જીવનધોરણ માં સુધારો લાવી શકાય તે અંગે જરૂરી ચર્ચા પણ કરવામાં આવેલ.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *