સાબરકાંઠા જિલ્લા કક્ષાના ૬૯મો વન મહોત્સવ ઇડર ખાતે યોજાયો

ઇડરના જૈન મંદિર “શાંતિ વન”નું નિર્માણ કરાયું.

સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું કામ વન મહોત્સવે કર્યુ છે

ચેરમેન શ્રી બલવંતસિહ રાજપૂત

 

               સાબરકાંઠા જિલ્લા કક્ષાના ૬૯ મા વન મહોત્સવ ઇડરના ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત તથા ગુજરાત રાજય બીન અનામત વર્ગ અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી બી.એચ. ઘોડાસરાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

       અરવલ્લીની ગિરીકંદરા વચ્ચે દૈદિપ્યમાન   ઇડરના જૈન મંદિર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ૬૯માં વન મહોત્સવને ખુલ્લો મુકતા ઔધાગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લાકક્ષાએ વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી જિલ્લાની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવાનું કાર્ય કર્યુ છે. રાજયના જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરીને લોકોને રાષ્ટ્રીય ભાવના સાથે જોડવાનું કામ કર્યુ છે.

        પ્રાસંગિક પ્રવચન કરતા રાજય બીન અનામત વર્ગ અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી બી.એચ. ઘોડાસરાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિગના પડકારનો સામનો કરવા વૃક્ષોનું વાવેતર એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે ભાવિ પેઢીને સારૂ પર્યાવરણ આપવાની જવાબદારી આપણા સૌની છે. રાજયમાં હાલ ૧૮ ટકા જ વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે. જેને વધારવાની જરૂરીયાત છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વન મહોત્સવની ૧૮મી શ્રુંખલા શ્રેણીમાં કચ્છ જિલ્લામાં રક્ષક વનનું  લોકાપર્ણ કરી સંસ્કૃતિને લોકભોગ્ય બનાવવાનું કામ કર્યુ છે.

        નાયબ વન સંરક્ષક શ્રી એન.પી. મેવાડાએ વન મહોત્સવનું મહાત્ય સમજાવી વન વિભાગની યોજનાઓની રૂપરેખા આપી મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો.

        આ પ્રસંગે નર્સરી ઉછેરની શ્રેષ્ઠ ઉછેર કામ કરનાર વ્યક્તિગત અને શૈક્ષણિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જયારે ગ્રામિણ મહિલાઓને નિધૂર્મ ચુલાનું વિતરણ કરાયું હતું

        વન મહોત્સવમાંપ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહેસાણા વર્તુળ વિભાગના વન સંરક્ષક શ્રી એલ.જે.પરમાર, કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણ, જિલ્લા અગ્રણી શ્રી પૃથ્વીરાજ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત વનકર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ખેડબ્રહ્મા અને ઇડર તાલુકાના પ્રાન્ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો.

           સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને ઇડર ખાતે પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પ્રાન્‍ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજય સરકાર ખેડૂતો, શોષીતો અને વંચિતો અને આદીવાસીઓના લોકકલ્યાણના પ્રશ્નોના ઉકેલ માટે સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે. 

                

          મંત્રીશ્રીએ રાજય સરકારે પ્રજાકીય અભિગમ અપનાવી પ્રાંત કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આ કાર્યક્રમ હાથ ધર્યો છે. જેમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થતા પ્રશ્નોનોનો અધિકારીઓ ત્વરાએ નિકાલ કરવામાં આવે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.           

           ખેડબ્રહમા, વિજયનગર અને પોશીના તાલુકાના રસ્તા, વીજળી, પીવાના પાણી, એસ.ટી. બસની સુવિધા, શિક્ષકોની ઘટ પુરી કરવા, લોકોને પ્‍લોટ અને રેશનકાર્ડ આપવા અંગે, આવાસ યોજના, શૌચાલય સહાય, આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યની સુવિધાઓ, ખેતીના વીજ કનેકશનમાં પુરતા વોલ્ટેજ મળવા અંગે, તથા આદીવાસીઓને આપવા આવતી જમીનનોની સનદ જલ્દી મળી રહે તે અંગે રજૂઆત કરાઇ હતી. જયારે ઇડર તાલુકામા બાયપાસ રોડ, કુબાધરોલ ઉદ્દવહન સિંચાઇ થકી તળાવો ભરવા, ગેસના જોડાણ તથા શાળાના ઓરડા તથા આરોગ્ય કેન્દ્રના નિર્માણ સહિત પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. પ્રશ્નો સાંભળી તેનો ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે મોટાભાગના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે. અમુક પ્રશ્નોના નિરાકરણ માટે નિશ્વિત સમયમર્યાદા આપવામાં આવી છે અને નીતિવિષય પ્રશ્નો સરકારશ્રીમાં રજુ કરી તેનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

 

          આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય શ્રી હીતુ કનોડીયા,  પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા,પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્તુતિ ચારણ, પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ, ખેડબ્રહ્મા પ્રાંત અધીકારી શ્રી મોદી, ઇડર પ્રાંત અધીકારી શ્રી દેસાઇ, અગ્રણી જે.ડી.પટેલ, અશોક જોષી, તખતસિંહ હડીયોલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

પ્રાન્ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો

               સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ ખાતે પાણી પુરવઠા અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પરબતભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને પ્રાન્‍ત કક્ષાના પડતર પ્રશ્નો અને ફરીયાદોનો નિકાલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પારદર્શક વહિવટી કુશળતાને લઇ સમગ્ર રાજયમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે સરકારશ્રીની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભ અંતરિયાળ કે છેવાડાના વિસ્‍તારો અને વ્‍યક્તિઓ સુધી સરળતાથી અને પુરતા પ્રમાણમાં પહોંચે તે માટે પરિણામદાયી પ્રયાસો કરવા ઉપરાંત પ્રજાકિય પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

          મંત્રીશ્રી એ હિંમતનગર પ્રાંતકક્ષાએ મળેલી બેઠકમાં રસ્તા, વીજળી, ગામતળ નીમ કરવા, પીવાના પાણી અંગે, મકાન સહાય મંજુર કરવા, બીપીએલ યાદીમાં સમાવેશ, ફુલવાદી જાતિના લોકોને જાતિના પ્રમાણપત્ર આપવા અંગે,  આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યની સુવિધાઓ, સિંચાઇ માટે તળાવો ભરવા, નવા રસ્તાઓમાંથી થાંભલાઓ ખસેડવા, આંતરીક રોડ, સ્ટ્રીટ લાઇટ, શૌચાલય, સ્મશાનભૂમિ નીમ કરવા સહિત પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સુચના મળી હતી.

               હિંમતનગર પ્રાંતકક્ષાની સમીક્ષા બેઠક દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે.ડી પટેલ, પૂર્વ સાસંદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી નાથાભાઇ પટેલ, સાબર ડેરીના કસ્ટોડીયન શ્રી જેઠાભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તથા પ્રાંતિજ સમીક્ષા બેઠકમાં પૂર્વ મંત્રી શ્રી  જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન શ્રી મહેશભાઇ પટેલ સહિત કલેકટર શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિચારણ સહિત અમલીકરણ અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.  

 

સાબરકાંઠા જીલ્લામાં મીઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ

            સમગ્ર રાજયમાં આજે સોમવારના રોજથી ઓરી- નુરબીબી (મીઝલ્‍સ-રૂબેલા) રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત  સાબરકાંઠા જીલ્‍લામાં સેન્‍ટ ઝેવીયર્સ, સ્‍કુલ, હિંમતનગર ખાતે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સ્‍તૃતિ ચારણે રસીકરણ અભિયાનને ખુલ્લુ મુક્યુ હતું. આ પ્રસંગે મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી, ર્ડા.મનીષ ફેન્‍સી, અધિક જીલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી, જીલ્‍લા આર.સી.એચ.અધિકારીશ્રી, તેમજ જીલ્‍લા તાલુકાના અન્‍ય અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહેલ.

      જયારે જીલ્‍લાના પ્રાતિજના અવર ઓન હાઈસ્‍કુલ, ઈડરની કે.એમ.હાઈસ્‍કુલ, ખેડબ્રહમાની જયોતિ હાઈસ્‍કુલ, તલોદના સામૂહિક આરોગ્ય કેન્‍દ્ર, પોશીના, લાંબડીયા, વિજયનગર અને આંતરસુંબા આશ્રમ ખાતે અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો  જેમાં ઈડર ધારાસભ્‍યશ્રી હિતુ કનોડીયા સહિત તાલુકા-જીલ્‍લાના પદાધિકારીશ્રીઓ ઉપસ્‍થિતિ રહી બાળકોને મીઝલ્‍સ-રૂબેલા(એમ.આર.) રસીકરણ માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.

 

 

મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

            સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે મહિલા કાયદાકિય જાગૃત્તિ શિબિર ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

               ગુજરાત મહિલા આયોગનાં અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સને- ૨૦૦૧ માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા અને બાળ વિભાગની સ્થાપના કર્યા બાદ સને- ૨૦૦૫ માં મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. મહિલાઓનો આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વિકાસ થાય અને પોતાના હક્કો માટે જાગૃત બની  મહિલાઓ પગભર થાય તેવા રાજ્ય સરકારના હેતુને સિધ્ધ કરવા મહિલા આયોગ કામ કરે છે. દરેક જિલ્‍લામાં કાયદાકીય શિબિર કરવામાં આવે છે. જેથી મહિલાઓ કાયદાકિય બાબતો અંગે જાગૃત થાય, રાજ્યમાં એક પણ બહેન રક્ષણથી વંચિત ન રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. રાષ્‍ટ્રના વિકાસમાં મહિલાઓની ભૂમિકા મહત્વની છે. સરકારે ૩૦૦ જેટલી મહિલા યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓએ વિવિધ સહાય, આવાસો, પેન્શન સહાય જેવી બાબતોનો લાભ છેવાડાની મહિલાઓને પણ મળતો થાય તેવી જવાબદારીથી કામગીરી કરવી જોઇએ. રાજ્ય સરકારે ૨૬૭ તાલુકામાં નારી અદાલત કાર્યરત કરી છે. આયોગ દ્વારા ૧૮ જેટલી યુનિવર્સિટીમાં ૪૦ હજારથી વધારે વિદ્યાર્થીઓને કાયદાકિય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ૩૫ લાખ મહિલાઓ તાલીમ મેળવી પગભર થઇ છે. સરકાર દ્વારા ૩૩ ટકા મહિલા અનામત દ્વારા મહિલા સશક્તિકરણમાં સાચા અર્થમાં પ્રયાણ થઇ રહ્યું છે. વધુમાં તેમણે  મહિલાઓને સામાજિક દુષણોમાંથી મુક્તિ મેળવવા સશક્ત થવા અનુરોધ કર્યો હતો. મહિલા આયોગના માર્ગદર્શન દ્વારા શરૂ કરાયેલી ૧૮૧ અભયમ્ ૪૫ લાખથી વધુ મહિલાઓને સુરક્ષા પુરી પાડી છે. મહિલાઓ સક્ષમ બનશે ત્યારે સક્ષમ ભારતનું નિર્માણ થશે. સરકારી યોજનાઓ અને કાયદાકિય જ્ઞાન મેળવી ઉન્નતિના કામો કરવા શ્રીમતી અંકોલીયાએ હિમાયત કરી હતી.

         જિલ્‍લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કેએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરેક વિભાગોમાં મહિલાલક્ષી યોજના અમલમાં મૂકાય છે. મહિલાઓને મફતમાં શિક્ષણ મળે છે. રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાકિય જ્ઞાન થકી અસરકારક પરિણામો આવ્યા છે. મહિલાઓ ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તેવા સરકારના પ્રયાસો છે. જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી સ્તુતિ ચારણે ભાવિ પેઢીના ઘડતરમાં મહિલાઓનો અન્નય ફાળો છે. નારી સશક્ત હશે તો સ્વસ્થ ગુજરાતનું નિર્માણ થઇ શકશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

       ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ અને અધિક કલેક્ટર સુશ્રી વિણાબેન પટેલે મહિલા આયોગ દ્વારા થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે મહિલા ઉત્કર્ષની યોજનાઓ અમલમાં મૂકી છે. તેનો મહત્તમ લાભ લેવા, NRI મેરેજ બ્યુરો દ્વારા મહિલાઓને થતા અન્યાયો માટે અલગ સેલની ૨૦૦૮ માં રચના કરી અને તેનાથી ૨૦૦ થી વધારે બહેનોને ન્યાય, તમામ તાલુકા મથકે નારી અદાલત, ચૂંટાયેલી બહેનોને તાલીમ, મહિલા સેલ ફ્રી હેલ્પલાઇન, ૧૮ થી ૨૫ વર્ષના યુવા-યુવતીઓને કાયદાકિય જ્ઞાન, બંધારણીય અધિકાર સ્ત્રી-પુરૂષ એક સમાન વગેરે બાબતો પર વિસ્તૃત સમજ આપી હતી.

       આ પ્રસંગે સમરસ મહિલા સરપંચ શ્રીઓ અને બાળકોના આધારકાર્ડ માટે ટેબ્લેટ મારફતે શ્રેષ્ઠ પ્રવૃતિ કરનાર આંગણવાડી કાર્યકરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી જયાબેન પટેલ સહિત  જિલ્‍લા પ્રોગ્રામ ઓફિસરશ્રી જિલ્લાની આંગણવાડીની બહેનો, શહેરી-ગ્રામ્ય મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

આગીયોલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ આગીયોલ, તા- હિમતનગર ખાતે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમને અંતે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.

માન. મુખ્‍યમંંત્રીશ્રીના હસ્‍તે શાળા પ્રવેશોત્‍સ્‍વ કાર્યક્રમ યોજાયો

          માન. મુખ્યમંત્રીશ્રીએ ૧૪મી જુન નારોજ કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શૃંખલાની ૧૬મી કડીનો સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ તબક્કે લાંબડીયા, દેમતી અને નવાધરાના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે ભુલકાંઓને આંગણવાડીમાં અને ધોરણ-૯ તથા ધોરણ-૧૧માં વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએઆ પ્રસંગે જણાવ્યુકે હવેનો યુગ એ જ્ઞાનનો યુગ છે. શિક્ષણ વિના ઉધ્ધાર નથી અને શિક્ષણ જ સર્વાંગી વિકાસનો પાયો છે ત્યારે શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. બાળકો શિક્ષણ મેળવવા-શાળાએ જવા પ્રેરાય તેવું વાતાવરણ નિર્માણ થશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ તેમણે આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

          આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા રૂા. પ.૦૮ કરોડના ખર્ચે બનાવાયેલા પ્રાથમિક શાળાઓના ૬૦ ઓરડાઓનું પણ લોકાર્પણ કર્યુ હતુ. પોશીના તાલુકાની વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અંતર્ગત દિકરીઓને સાયકલોનું પણ વિતરણ કરાયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એક સમય હતો કે બાળકો શાળાએ રડતા-રડતા જતા અને નામાંકનમાં ગુજરાત પછળ હતું પણ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૦૦ ટકા નામાંકનના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યો. વર્તમાન ગુજરાત સરકારે આ કાર્યક્રમને વધુ પરિણામલક્ષી બનાવવા કમર કસી રાજ્યનું એક પણ બાળક શાળાએ ગયા વિનાનું ન રહે અને શિક્ષણ મેળવવાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા શાળાપ્રવેશોત્સવથી સુનિશ્ચિત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે પારસ વિદ્યાલયના એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરી શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ અનુકુળ વાતાવરણ માટે શિક્ષકો-વાલીઓ વચ્ચે સમન્વય સહયોગ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા કરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે પોશીના તાલુકા સરપંચ એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીને કન્યા કેળવળી નિધિમાં રૂ. રપ,૦૦૦/- પારસ વિદ્યાલયના દાતા અને ટ્રસ્ટી શ્રી સંકીતભાઇ દોશી દ્વારા રૂા. પ૧,૦૦૦/-નો અને વ્યાપારી મહામંડળ દ્વારા રૂા.પ૧,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હતો.

માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા તાલુકાની માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાનો કાર્યક્રમ

સુજલામ સુફલામ જળઅભિયાન-૨૦૧૮

માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા તાલુકાની માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાનો કાર્યક્રમ યોજાયો. ..

          માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્‍તે  આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ખાતે માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાના ભાગરૂપે ચેકડેમ નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે તેઓના પ્રેરક વકતવ્‍યમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પાણીએ પરમેશ્વરનો પ્રસાદછે.  તેનું એકએક ટીપું રોકાય અને સંગ્રહાય તે માટે ચોમાસાના આગમન પૂર્વે જળસંચયના કામો જનસહયોગથી હાથ ધરવાનું મહાઅભિયાન હાથધર્યું છે. પાણીએ વિકાસનો પાયો છે.    ગુજરાતનું આ અભિયાન પણ દેશને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યકત કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાણીએ ધરતીપરનું અમૃત છે. તેનો સંચય સંગ્રહ અત્યંત જરૂરી છે. આ સંગ્રહથી જળસંકટ પર વિજય મેળવવા તેમણે આહવાન કર્યુ હતું.

         આ મહાઅભિયાનમાં જે.સી.બી., ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થાય છે તેમજ લાખો શ્રમિકો રોજગારી મેળવી રહ્યાછે એમ તેમણે ઉમેર્યું હતું.

      સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુકે,  જિલ્લામાં ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવા તળાવો ઉંડા કરવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નહોરોના ડિસીલ્ટીંગ સહિત ૭૬૫ જેટલા જળસંચયના કામો ઉપાડ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તળાવ ઉંડા કરવા, ચેકડેમ-નહેરોની સફાઇ સહિત ૫૫૦થી વધુ જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી રમણલાલ વોરા,   શ્રી દિપસિંહ રાઠોડ, જિલ્‍લા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા,  રમીલાબેન બારા,    જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિ (આઇ.એ.એસ), જિલ્‍લા કલેકટરશ્રી શ્રી પ્રવિણા ડી. કે. (આઇ.એ.એસ),  જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી સ્‍તુતિ ચારણ (આઇ.એ.એસ) તથા  જિલ્લા-તાલુકાના હોદ્દેદારો-પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

વોક ઇન ઇન્‍ટરવ્‍યું

રાષ્‍ટ્રીય આરોગ્‍ય ‍‍મિશન અંતગત સાબરકાંઠા જીલ્‍લામાં ‍વિવિધ સંર્વગની ૧૧ માસ કરાર આધારિત જગ્‍યાઓ ભરવા માટેનું અરજી પત્રક

જીલ્‍લા પંચાયત ખાતે એક દીવસીય કાર્યશાળા યોજાઇ

          જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઇ.એ.એસ) ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલા આંકાડા અધિકારીશ્રી ની કચેરી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીઓની એક  દિવસની કાર્યશાળા યોજાઈ.

             આજની કાર્યશાળામાં પંચાયતી રાજ નાં વિષય નિષ્ણાત શ્રી પ્રકાશ મોદી ડેપ્યુટી કલેકટરશ્રી, હાલ માન.કૃષિ મંત્રીશ્રીના પર્સનલ સેક્રેટરીશ્રીએ પંચાયતીરાજ ધારો, પંચાયતની વિવિધ સમયે બોલાવવાની બેઠકો, ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩,ગુજરાત પંચાયત (કાર્યરીતી) નિયમો-૧૯૯૭,અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપવામાં આવેલ.

           આજ ઉપક્રમે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંગે સર્વેને માહિત અને માર્ગદર્શન મળી રહે તે માટે વિષય નિષ્ણાત નિવ્રૂત નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. એ.કે.ગણાત્રાએ માહિતી અધિકાર નાં કાયદા અંગેની વિવિધ કલમો અને તેનો કચેરીની કામગીરીમાં કેવીરીતે ઉપયોગ કરીશકાય તે અંગે દ્રષ્ટાંત સહીત માર્ગદર્શન આપેલ. કાર્યશાળાના અંતે બંને વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નોતરી પણ કરવામાં આવેલ.

          આજની કાર્યશાળામાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એમ.દેસાઈ,જીલ્લા આંકડા અધિકારીશ્રી જે.કે.ચાવડા ઉપસ્થિત રહેલ.

1 2 3 4