CERTIFICATE OF ACHIEVEMENT

રાજભવન ગાંધીનગર ખાતે  મહામહીમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે ખુલ્લામાં શૌચમુકત જિલ્લાઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવેલ જેમાં અભિનવ સંબંધ કાર્યશાળા સંદર્ભે તા- ૧૩-એપ્રિલ નારોજ રાજભવન ખાતે માન.રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીની વિશેષ ઉપસ્થિતિમાં સાત જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવાનો સમારંભ યોજવામાંંઆવેલ.

આ કાર્યશાળામાં જીલ્લામાં ઓ.ડી.એફ.કામગીરી દરમ્યાન પડેલ મુશ્કેલી અને ભવિષ્યના પડકાર બાબતે પ્રેઝન્ટેશન રજુ થયેલ હતા.
૨૦૧૭ નાં વર્ષને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ ઈ.સ. ૧૯૧૭મા યોજેલ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષની વિશેષ ઉજવણી સ્વરૂપે સત્યાગ્રહ થી સ્વચ્છતાનાં વિશેષ સુત્ર હેઠળ ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ પ્રસંગે માન.રાજ્યપાલ શ્રીએ સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) ને CERTIFICATE OF ACHIEVEMENT આપી સન્માનિત કરેલ.
આ કાર્યક્રમમાં જીલ્લા પ્રભારી સચિવ અને ગ્રામ વિકાસ કમિશનરશ્રી શ્રીમતી જયંતી એસ. રવિ અને ભારત સરકારના સ્પેશ્યલ ઓફિસર ઓન ડયુટી શ્રી અક્ષય રાઉતે પણ ઉપસ્થિત રહીને તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ને ઓ.ડી.એફ. કામગીરી માટે અભિનંદન પાઠવેલ… 

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *