ચેકડેમ 

                            સાબરકાંઠા જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ,હિંમતનગર હસ્તક હાલ ૭૩૦ નાના ચેકડેમો આવેલા છે. આ ચેકડેમો નાના વાંઘાઓ ઉપર બનાવવામાં આવેલ છે આ ચેકડેમો દ્વારા પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના કુવાઓના પાણીના તળ ઉંચા આવે છે. અને ખેડુતોને સિંચાઈનો પરોક્ષ લાભ મળી રહે છે. આ વિભાગ દ્વારા બનાવેલ હયાત ૭૩૦ ચેકડેમની મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે. તદ્દઉપ્રરાંત ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આદિજાતી વિકાસ મંડળ દ્વારા ટ્રાયબલ તાલુકાઓમાં નાની સિંચાઈ યોજના સુધારણા, નવીન તળાવ, તળાવ સુધારણા, ચેકડેમ અને પુર સંરક્ષણ દિવાલની કામગીરી કરવામાં આવે છે.

     હાલમાં મોટા,મધ્યમ અને નાના(તમામ) ચેકડમો બનાવવાની કામગીરી (સ્ટેટ સિંચાઈ) હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ,હિંમતનગર દ્વારા હાથ ધરવામાં આવે છે