પુર નિયંત્રણ યોજના  :-

             જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિના કારણે જિલ્લાના દરેક તાલુકામાં નાના/મોટા વાંઘાઓના કારણે કોતરો પડી ગયેલ છે. ચોમાસાની ઋતુમાં વાંઘાઓમાં પાણી આવતા ગામતળનું જમીનનું ધોવાણ થાય છે. જેનાથી ગામતળ તથા ઘરોને નુકશાન થાય છે. નુકશાન/ધોવાણ અટકાવવા ગ્રાન્ટની મર્યાદામાં પુર નિયંત્રણ યોજના બનાવવાની કામગીરી કરવામાં આવે છે. આ વિભાગ દ્રારા કુલ ૫૮૪ પુર નિયંત્રણ યોજનાઓ બનાવેલ છે. આ પુર નિયંત્રણ યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.

સરકારશ્રી ગાઈડલાઈન મુજબ અત્રેના વિભાગ દ્વારા રૂ।.૫૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં પુર નિયંત્રણ યોજનાની કામગીરી અત્રેની કચેરી દ્વારા હાથ ધરવામાં આવે છે. જ્યારે રૂ।.૫૦.૦૦  લાખ ઉપરની પુર નિયંત્રણ યોજનાના કામો (સ્ટેટ સિંચાઈ)હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ,હિંમતનગર દ્વારા હાથ ધરવામાં આવે છે.