ગ્રીની મીની ડેટા સેન્‍ટર

            ગ્રીની મીની ડેટા સેન્‍ટરનું લોકાર્પણ માનનીય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્‍તે, તા. ર૫-૦૪-૨૦૧૫ ના રોજ નવિન જીલ્‍લા પંચાયત ભવન, બાયપાસ રોડ, હિંમતનગર ખાતે કરવામાં આવેલ છે.  

 

હેતુ : આધુનિક ટેકનોલોજી ધ્‍વારા ઇ-ગવર્નન્‍સ  અને એમ ગવર્નન્‍સ યુકત ગ્રામ સચિવાલય બનાવવું

            ભારતના માનનીય વડા પ્રધાનશ્રી અને ગુજરાત રાજયના માનનીય મુખ્‍ય મંત્રીશ્રીના ઇ-ગવર્નન્‍સ  અને એમ ગવર્ન્‍નસ યુકત ગ્રામ સચિવાલયના સ્‍વપનને મુર્ત‍િમત કરવાના ઉમદા પ્રયાસને જીલ્‍લાના ઉત્‍સાહી અને ટેકનોસેવી જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી એમ. નાગરાજન (આઇ.એ.એસ) ધ્‍વારા પરિપુર્ણ કરવાના પ્રથમ પગથીયા રૂપે “ ગ્રીન મીની ડેટા સેન્‍ટર “ નું  તા. ૨૫-૦૪-૧૫ ના રોજ માન. મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્‍તે લોકાર્પણ કરવામા આવશે.

ઉદેશઃ-

 • ગ્રીન મીની ડેટા સેન્‍ટર ધ્‍વારા નાગરીક અને સરકારનો સંવેદનશીલ ડેટા સુરક્ષીત રીતે  અને એકજ જગ્‍યાએ સંગ્રહ કરવો.
 • સરકારશ્રીની વિવિધ મોબાઇલ અને ઓન લાઇન એપ્‍લીકેશન હોસ્‍ટ કરવા માટે
 • જીલ્‍લાના નાગરિકો અને સરકારી કચેરીઓમાં ઇન્‍ટરનેટ સેવા અને વેલ્‍યુએડેડ સવિર્સ પુરી પાડવા માટે
 • ઇન્‍ટ્રાનેટ અને વિડીયો કોન્‍ફરન્‍સીંગની સુવિધા પુરી પાડવા માટે

ફાયદાઃ-

 • જીલ્‍લા પંચાયતના વિવિધ વિભાગો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતીના સંપુર્ણ ડેટા એકજ જગ્‍યાએ સોફટ કોપીમાં સંગ્રહ કરી શકાશે.
 • ગ્રીની મીની ડેટા સેન્‍ટર ધ્‍વારા પ્રતિ વર્ષ રૂા. ૪,૯૭,૬૬૪/- ની વિજળીની બચત કરી શકાશે.
 • પ્રતિ વર્ષ રૂા. ૧,૪૪,૦૦૦/- નો કર્મચારીનો પગાર બચાવી શકાશે.
 • નીચે મુજબની મોબાઇલ અને ઓનલાઇન એપ્‍લીકેશન ચલાવી શકાશે.
  • skdp.in
  • Mobile Inspection System for Rural Development Works
  • E-Shikshak.org
  • Mamta Setu
  • Swasthaya Samvedana Sena- ICT Based IEC Solution for Health.
  • Mata Yashoda- Application for Anganwadi Worker
  • Sabarkanthadp.org
  • arjikaro.com
 • સંવેદનશીલ ડેટા હેક થતો, કરપ્‍ટ થતો અટકાવી શકાશે જેથી કરીને અગત્‍યના દસ્‍તાવેજો નાશ થતા નથી.
 • ઇન્‍ટ્રાનેટ સુવિધા પુરી પાડી શકાશે.
 • વિડીયો કોન્‍ફરન્‍સની સુવિધા પુરી પાડી શકાશે.
 • ડીઝીટલ સ્‍ટુડીયો ધ્‍વારા સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે ઓનલાઇન એજયુકેશન સુવિધા પુરી પાડી શકાશે.
 • ડીઝીટલ સેતુ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍ટરનેટ સેવા પુરી પાડી શકાશે.
 • આ ડેટા સેન્‍ટરમાં કલાઉડ કોમ્‍પ્‍યુટીંગનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેથી કરીને હાર્ડવેર, સોફટવેર અને અન્‍ય હયુમન રીસોર્સ બચાવી શકાશે.

          આમ ઉપરોકત ટેકનીકલ કારણોસર જીલ્‍લા પંચાયત સાબરકાંઠા ધ્‍વારા ગ્રીન મીની ડેટા સેન્‍ટર “ તૈયાર કરવામાં આવેલ છે.