Mata Yashoda Anganvadi Mobile Application

               ગુજરાત રાજયમાં કપોષણનો દર  આશરે  ૫૦ ટકા જેટલો છે. એક સર્વે મુજબ ૧ વર્ષથી નીચેના બાળકોને કુલ મરણમાંથી પ૦ ટકા મરણ  પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે  કૃપોષણના કારણે થાય છે. હાલ સાબરકાંઠા જીલ્‍લામાં આઇ.સી.ડી.એસ વિભાગ ધ્‍વારા ગ્રામ્‍ય કક્ષાએ દર ૧૦૦૦ ની વસ્‍તીએ આંગણવાડી કેન્‍દ સ્‍થાપી આંગણવાડી કાર્યક્રર ધ્‍વારા ૩ થી ૬ વર્ષના બાળકોના પોષણની માસિક ચકાસણી કરવામાં આવે છે. જેમાં બાળકનુ વજન, ઉંચાઇ અને મીડ અપરઆર્મ સર્કમફરન્‍સ (MUAC)    ધ્‍વારા ચકાસણી કરવામાં આવે છે. વજન માટે વજન કાંટો અને ઉંચાઇ માપવા માટે મેજર ટેપ, દિવાલ ઉપર આંક પાડી ઉંચાઇ માપવામાં આવે છે અને બાળકોનું કુપોષિત, અતિકુપોષિત અને સામાન્ય એમ ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ મુજબ બાળકોને પૂરક આહાર અને પૂર્વ શિક્ષણ સેવાઓ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લા દ્વારા પોષણયુક્ત ગુજરાત તરફ એક ડગલું આગળ વધી “મોડેલ આંગણવાડી” દ્વારા પૂરક આહાર અને પૂર્વ શિક્ષણ સેવાઓ આપવાનો નિર્ધાર કરેલ છે. આ અંતર્ગત આપણા મા.મુખ્ય મંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા તા.17/02/2015 ના રોજ વિજયનગર ખાતે મોડેલ આંગણવાડી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ.

               “મોડેલ આંગણવાડી” પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા “માતા યશોદા” મોબાઇલ એપ્લીકેશનનું નિર્માણ કરવામાં આવ્યુ છે જે અંતર્ગત જિલ્લાની 330 આંગણવાડીની બહેનોને ટેબ્લેટ અને મોબાઇલ એપ્લીકેશનથી સજ્જ્ કરવામાં આવનાર છે. “માતા યશોદા” પ્રોજેક્ટમાં આંગણવાડી કાર્ય્કર દ્વારા નિભાવવાના થતા અલગ અલગ રજીસ્ટરોને ભેગા કરી એક એપ્લીકેશનમાં સમાવી લેવામાં આવેલ છે જેનાથી આંગણવાડી કાર્યકરના રોજના બે કલાક બચાવી શકાશે. આ સમયનો ઉપયોગ બાળકોને ગુણવત્તાયુક્ત સેવાઓ આપી શકાશે.

માતા યશોદા એપ્લીકેશનની મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે

  • આ એપ્લીકેશન દ્વારા બાળકની હાજરી ફોટો ગ્રાફ સાથે લેવામાં આવશે.
  • આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવતા કુટુંબના સર્વેની વિગત, બાળકોનું રજીસ્ટ્રેશન અને સગર્ભા માતાનું રજીસ્ટ્રેશન કરી શકાશે. બાળકો અને માતાની આપવમાં આવતી રસીની આગોતરી માહિતી મળી શકશે અને તેના દ્વારા નિયત સમયમાં રસીકરણ સેવ પૂર્ણઁ કરી શકાશે.
  • દરેક બાળકનું માસિક વજન, Mid Upper Arm Circumference (MUAC), ઉંચાઇ અને ફોટો જેવી માહિતી લઇ શકાશે અને ગ્રોથ ચાર્ટમાં ઓટોમેટીક પ્લોટીંગ કરી શકાય.
  • આંગણવાડી સેન્ટરનો સ્ટોક પણ સીધોજ મોબાઇલ એપ્લીકેશન દ્વારા નિભાવી શકાશે.
  • આંગણવાડી કાર્યકર દ્વારા આપવામાં આવતી પૂર્વ શિક્ષણ સેવા પણ આ એપ્લીકેશન દ્વારા નોંધી શકાશે.
  • આંગણવાડી કાર્યકરનો માસિક પ્રોગ્રેસીવ રીપોર્ટ (MPR) પણ આ એપ્લીકેશન દ્વારા આપોઆપ બની જશે.