નાની સિંચાઈ યોજના

 

                                           આ જિલ્લામાં કુલ ૯૩ નાની સિંચાઈ યોજનાઓ હયાત છે. તેની આલેખિત સિંચાઈ શકિત ૮૫૮૫ હેકટર છે. પરતું આ યોજનાઓ પૈકી ૪૧ નાની સિંચાઈ યોજનાઓ જુના લોકલ બોર્ડ વખતની છે જે અનુશ્રવણ તળાવ તરીકે જ ઉપયોગ થાય છે. જેમાં કેનાલ નથી. ફક્ત લોકલ બોર્ડ વખત સિંચાઈના હેતુસર એચ.આર. મુકેલ છે. આ એચ.આર. હાલમાં બ્લોક થઈ ગયેલ છે. પરંતુ પરોક્ષ રીતે આ ૪૧ યોજનાઓથી સિંચાઈનો આડકતરો લાભ મળે છે. જ્યારે કુલ ૯૩ નાની સિંચાઈ યોજનાઓ પૈકી ફક્ત ૫૨ યોજના કાર્યરત છે. જેમાં નહેરથી સીધો સિંચાઈનો લાભ ખેડુતોને મળી રહે છે. આ ૫૨ નાની સિંચાઈ યોજનાઓની આલેખિત સિંચાઈ શકિત ૭૬૬૮ હેકટરની છે જેનાથી મહત્તમ ૩ર૦૦ હેકટરમાં સિંચાઈનો સીધો લાભ મળી રહે છે. આ નાની સિંચાઈ યોજનાઓ ખરીફ લક્ષી છે. પરતું મોટા ભાગે ખરીફ ઋતુમાં સિંચાઈની ચોમાસાના કારણે જરૂરિયાત ઓછી રહે છે. જયારે રવિ ઋતુમાં સિંચાઈ કરવાની થાય છે. આ વિભગની નાની સિંચાઈ યોજનાની સિંચાઈ શક્તિમાં વધારો થાય તે હેતુસર સુધારણા,મરામત,નિભાવણી અને ડિસીલ્ટીંગની કામગીરી કરવામાં આવે છે.