!! મુખ્‍યમંત્રી અમૃતમ વાત્‍સલ્‍ય યોજના !! 

 

વર્ષ-૨૦૧૨ થી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના પાંચ વ્‍યકતિને ગંભીર બિમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષ‍િક મહત્‍તમ ૨,૦૦,૦૦૦/- રૂપીયા સુધીની કેશ લેસ સારવાર મળી રહે તેવા ઉમદા હેતુસર મુખ્‍યમંત્રી અમૃતમ !! મા !! યોજના અમલી કરવામાં આવેલ.

        આ યોજનાને રાજયમાં વ્‍યાપક આવકર મળેલ અને તેના થકી ગરીબ પરીવારોના હજારો દર્દીઓના અમુલ્‍ય જીવન બચાવી શકાયા હતા. આને ધ્‍યાને લઇને મા યોજનાનો વ્‍યાપ વધારવા મધ્‍યમ વર્ગના પરીવારોમાં જયારે ગંભરી બિમારીઓ જેવી કે, હદય, મગજ, કિડની, બળવાના કેસો, કેન્‍સર, ગંભરી ઇજાઓ તેમજ નવજાત શીશુઓના રોગો નબળી આર્થીક સ્થિતિના કારણે યોગ્‍ય જરૂરી સારવાર મેળવી શકતા ન હતાં

પુખ્‍ત  વિચારણાના અંતે મા યોજનાનો વ્‍યાપ વધારી રાજયના તમામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ ઉપરાંત રૂા. ૧,૨૦,૦૦૦/- ( અંકે રૂપીયા એક લાખ વીસ હજાર ) થી ઓછી પારિવારિક વાર્ષ‍િક આવક ધરાવતાં મધ્‍યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને આવા પરિવારોના ૨૧ વર્ષની વય સુધીના બાળકો- યુવાનોને મા યોજનામાં સારવાર માટે સમાવિષ્‍ટ કરવાનું નકકી કરવામાં આવ્‍યું.

યોજનાની વિગતો  ( શરતો )

૧.     ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારમાં વસતા અને રૂા. ૧,૨૦,૦૦૦/- થી ઓછી પારિવારિક વાર્ષ‍િક            આવક ધરાવતા મધ્‍યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને આવા પરિવારોના ૨૧            વર્ષની વય સુધિના બાળકો-યુવાનો (કુટુંબના પાંચ વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવે            છે.  નવા જન્‍મતા બાળકોને આ યોજનામાં છઠૃા સભ્‍ય તરીકે આવરી લેવામાં આવશે. 

ર.     આ યોજનામાં સારવાર મેળવવા માટે મા કાર્ડ કઢાવવું ફરજીયાત રહેશે. જેના માટે નિયત              કરેલ અધિકારીશ્રીઓ પાસેથી રૂા. ૧,૨૦,૦૦૦/- ( અંકે રૂપીયા એક લાખ વીસ હજાર ) થી              ઓછી પારિવારિક વાર્ષકિ આવક ધરાવે છે. તે પ્રમાણેનો આવકનો દાખલો રજુ કરવાનો                રહેશે. ( આવકના દાખલા માટે અધિકૃત અધિકારીશ્રીઓ – જીલ્‍લા કલેકટરશ્રી / જીલ્‍લા                  વિકાસ અધિકારીશ્રી / નાયબ કલેકટરશ્રી/ મદદનીશ કલેકટરશ્રી / પ્રાંત ઓફીસરશ્રી /                  નાયબ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી / તાલુકા મામલતદાર / સીટી મામલતદાર / તાલુકા               વિકાસ અધિકારીશ્રી / નાયબ મામલતદારશ્રી)

૩.     ઉંમરના પુરાવા માટે જન્‍મનું પ્રમાણપત્ર  / શાળા છોડયાનું પ્રમાણપત્ર / ડ્રાઇવીંગ લાયસન્‍સ         / મતદાર કાર્ડ / સરકારી સંસ્‍થા ધ્‍વારા અપાયેલ જન્‍મતારીખના દાખલાઓ પૈકી કોઇ પણ              એક દાખલો માન્‍ય રહેશે.

૪.     આવકનું પ્રમાણપત્ર અને ઉંમરનું પ્રમાણપત્ર મેળવ્‍યા પછી. મા યોજનાનું કાર્ડ કાઢવા માટે              તાલુકા કીઓસ્‍ક / સીવીક સેન્‍ટર કીઓસ્‍ક ઉપરથી નિયત કરેલ પધ્‍ધતિ અનુસાર ફરજીયાત            કાઢવાનું રહેશે.

                નવા લભાર્થી પરિવારો માટેની આ યોજના !! મુખ્‍યમંત્રી અમૃતમ વાત્‍સલ્‍ય !! તીરેક ઓળખાશે જેનો અમલ તા. ૧૫-૦૮-૨૦૧૪ થી કરવામાં આવેલ છે.