માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા તાલુકાની માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાનો કાર્યક્રમ

સુજલામ સુફલામ જળઅભિયાન-૨૦૧૮

માન. મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહમા તાલુકાની માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાનો કાર્યક્રમ યોજાયો. ..

          માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્‍તે  આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ખાતે માંગોળવાડી નદીને પુનઃજીવિત કરવાના ભાગરૂપે ચેકડેમ નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે તેઓના પ્રેરક વકતવ્‍યમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, પાણીએ પરમેશ્વરનો પ્રસાદછે.  તેનું એકએક ટીપું રોકાય અને સંગ્રહાય તે માટે ચોમાસાના આગમન પૂર્વે જળસંચયના કામો જનસહયોગથી હાથ ધરવાનું મહાઅભિયાન હાથધર્યું છે. પાણીએ વિકાસનો પાયો છે.    ગુજરાતનું આ અભિયાન પણ દેશને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યકત કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાણીએ ધરતીપરનું અમૃત છે. તેનો સંચય સંગ્રહ અત્યંત જરૂરી છે. આ સંગ્રહથી જળસંકટ પર વિજય મેળવવા તેમણે આહવાન કર્યુ હતું.

         આ મહાઅભિયાનમાં જે.સી.બી., ટ્રેકટર-ડમ્પરનો ઉપયોગ થાય છે તેમજ લાખો શ્રમિકો રોજગારી મેળવી રહ્યાછે એમ તેમણે ઉમેર્યું હતું.

      સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુકે,  જિલ્લામાં ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરવા તળાવો ઉંડા કરવા, ચેકડેમનું ડિસીલ્ટીંગ, નહોરોના ડિસીલ્ટીંગ સહિત ૭૬૫ જેટલા જળસંચયના કામો ઉપાડ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તળાવ ઉંડા કરવા, ચેકડેમ-નહેરોની સફાઇ સહિત ૫૫૦થી વધુ જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી રમણલાલ વોરા,   શ્રી દિપસિંહ રાઠોડ, જિલ્‍લા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા,  રમીલાબેન બારા,    જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિ (આઇ.એ.એસ), જિલ્‍લા કલેકટરશ્રી શ્રી પ્રવિણા ડી. કે. (આઇ.એ.એસ),  જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી સ્‍તુતિ ચારણ (આઇ.એ.એસ) તથા  જિલ્લા-તાલુકાના હોદ્દેદારો-પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્‍યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જીલ્‍લા પંચાયત ખાતે એક દીવસીય કાર્યશાળા યોજાઇ

          જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઇ.એ.એસ) ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જિલા આંકાડા અધિકારીશ્રી ની કચેરી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીઓની એક  દિવસની કાર્યશાળા યોજાઈ.

             આજની કાર્યશાળામાં પંચાયતી રાજ નાં વિષય નિષ્ણાત શ્રી પ્રકાશ મોદી ડેપ્યુટી કલેકટરશ્રી, હાલ માન.કૃષિ મંત્રીશ્રીના પર્સનલ સેક્રેટરીશ્રીએ પંચાયતીરાજ ધારો, પંચાયતની વિવિધ સમયે બોલાવવાની બેઠકો, ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩,ગુજરાત પંચાયત (કાર્યરીતી) નિયમો-૧૯૯૭,અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન આપવામાં આવેલ.

           આજ ઉપક્રમે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંગે સર્વેને માહિત અને માર્ગદર્શન મળી રહે તે માટે વિષય નિષ્ણાત નિવ્રૂત નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. એ.કે.ગણાત્રાએ માહિતી અધિકાર નાં કાયદા અંગેની વિવિધ કલમો અને તેનો કચેરીની કામગીરીમાં કેવીરીતે ઉપયોગ કરીશકાય તે અંગે દ્રષ્ટાંત સહીત માર્ગદર્શન આપેલ. કાર્યશાળાના અંતે બંને વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નોતરી પણ કરવામાં આવેલ.

          આજની કાર્યશાળામાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એમ.દેસાઈ,જીલ્લા આંકડા અધિકારીશ્રી જે.કે.ચાવડા ઉપસ્થિત રહેલ.

ઇડરની કેશરપુરા પ્રા.શાળ બની બાલ અભયારણ

          બાળ અભ્યારણ – કેશરપુરા પ્રાથમિક શાળામાં ૨૩ માર્ચ નાં રોજ જીલ્લા વિકાસ અધીકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રમેશ ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો.
મારી શાળા કુપોષણ મુકત શાળા અને ઓનલાઈન શાળા બેંક નું મહેમાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવેલ. શાળાના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની મનભાવન રજૂઆત કરવામાં આવેલ.
શાળાના કાર્યક્રમમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહેલ.

 

વિજયનગરની પોળો ખાતે મહેસૂલી અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ

          પ્રજાકિય પ્રશ્નો વધુ સરળ રીતે ઉકેલ આવે અને અરજદારોને તેમના મળતા લાભ ત્વરીત મળતા થાય તેવા શુભ આશય સાથે સાબરકાંઠા જિલ્લાના મહેસૂલી અધિકારીઓની ચિંતન શિબિર વિજયનગરની પોળો ખાતે જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિની અધ્યક્ષતામાં યોજાયી હતી. આ પ્રસંગે જિલ્લા સમાહર્તા શ્રી પી.સ્વરૂપ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

             પ્રાસંગિક પ્રવચન કરતા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિએ જણાવ્યું હતુંકે, મહેસૂલી પ્રક્રિયા જેટલી જટીલ છે તેને વધુ સરળ બનાવી પ્રજાના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો જોઇએ. વધુમાં તેમણે મહેસૂલી સાથે આરોગ્યની જવાબદારી વહન કરવા પર ભાર મુક્યો હતો.

             જિલ્લા સમાહર્તા શ્રી પી.સ્વરૂપે મહેસૂલી પરીવારમાં આવેલા નવિન કર્લાક/તલાટીઓ ગ્રામ્ય વિસ્તારના પાયાના પ્રશ્નો સમજવાની જરૂરીયાત છે. સાથે સાથે મહેસૂલી કાયદાઓ અને તેના લગતા કામોની સમજવુ એટલુ જ જરૂરી છે.  જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસે જિલ્લામાં થઇ રહેલા આરોગ્યની કામગીરીની રૂપરેખા આપી હતી.

           ચિંતન શિબિરમાં હિંમતનગર પ્રાંત અધિકારી શ્રીમતી નિશા શર્મા દ્વારા પરીપત્રો અને કાયદાઓ વિષે સમજ આપી હતી. જયારે ઇડર પ્રાંત અધિકારી શ્રી અ.જે.દેસાઇએ અરજદાર સાથે વર્તન અને વ્યવહાર, પ્રાંતિજ પ્રાંત અધિકારી શ્રી ચૌધરીએ મહેસૂલી અધિકારીઓના લોકસંપર્ક અને પ્રવાસ અંગેની સમજ આપી હતી.

          આ પ્રસંગે અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત મહેસૂલી શાખાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેલેરિયા મુકત ગુજરાત -૨૦૨૨

નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પોગ્રામ અંતર્ગત વિભાગીય નાયબ                     નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના લેબોરેટરી ટેક્ની.ને મેલેરિયા મુકત ગુજરાત -૨૦૨૨ અભિયાન હેઠળ વહેલું નિદાન અને સંપૂરણ સારવાર પદ્ધતિથી જન સમુદાયમાં રહેલ મેલેરિયા, ડેન્ગ્યું અને ચીકુનગુનીયા નાં કેસોને શોધી તાત્કાલિક સારવાર આપવાના ઉમદા ઉદેશથી ૫ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ.
વિભાગીય નાયબ નિયામક ની કચેરીએથી એન્ટોમોલોજીસ્ટ નરેન્દ્ર પટેલ અને સીનીયર લેબ ટેક કિશોર મુલાણી એ સમગ્ર ૫ દિવસની તાલીમ આપેલ.
સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ)એ તાલીમમાં ખાસ ઉપસ્થિત રહી સર્વેને જણાવ્યુકે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર કક્ષાએથી છેવાડાના માનવી સુધી ગુણવતાયુકત અને સમયસર સેવાઓ માટે કર્મયોગી બનવાનું છે. આરોગ્ય સેવાઓની સગર્ભાવસ્થા થી જીવન પર્યંત જરૂરત રહેછે. આ માટે આપણે કટિબદ્ધ બનવાનું છે. માન. સરકારશ્રીએ વર્ષ ૨૦૨૨ માં મેલેરિયા મુકત ગુજરાત નું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય ને હાંસલ કરવામાટે લેબોરેટરી ટેક્ની. ની સેવાઓ અતિમહત્વની છે.
આ તાલીમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી મનીષ ફેન્સી અને જીલ્લા મેલેરિયા અધિકારીશ્રી બનેસિંહ રાઠોડે પણ ઉપસ્થિત રહી સર્વે તાલીમાર્થીઓને વિષયોચિત માર્ગદર્શન આપેલ.

 

તલાટી અને ગ્રામ સેવકોને જાગૃતિ કેળવવા તાલીમ યોજાઇ

          જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં આંકડાકીય માહિતીના એકત્રીકરણમાં તલાટી અને ગ્રામ સેવકોને જાગૃતિ કેળવવા તાલીમનું આયોજન કરવામાં આવેલ

          આજની તાલીમમાં ઉપસ્થિત તલાટી કમ મંત્રીઓ અને ગ્રામસેવકોને આંકાડાકીય કામગીરીમાં ચોકસાઈ રાખવા, રાજ્ય અને જીલ્લા કક્ષાએ નિભાવવામાં આવતાં આંકડા તેમજ વિલેજ પ્રોફાઈલનાં ડેટાની અગત્યતા અંગે માર્ગદર્શિત કરવામાં આવેલ.

          જીલ્લા આંકડા અધિકારીશ્રીએ માહિતીના એકત્રીકરણ અંગે ખેતી વિષયક,પશુધન ગણતરી, આર્થિક ગણતરી, બિજનેસ રજીસ્‍ટર, જન્મ મરણનાં આંકડા, આરોગ્યવિભાગ, શિક્ષણ વિભાગ, વિકાસ શાખા ને લગતી બાબતે ઉપસ્થિત સર્વે કર્મચારીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.

          જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ)એ નવીન નિમણુક પામેલ તલાટી કમ મંત્રી અને ગ્રામસેવકોને પંચાયત ધારાની વિવિધ જોગવાઈઓ,સરપંચશ્રી,ઉપસરપંચશ્રી તથા વોર્ડ સભ્યોની ફરજો-જવાબદારીઓ,ગૌચર, દબાણના વિવિધ પ્રશ્નો અને તેના નિકાલ.જેવા ગ્રામ્યકક્ષાનાં અતિમહત્વના પ્રશ્નો અંગે માર્ગદર્શિત કરેલ.

           જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુમ્પાવતે તાલીમમાં ઉપસ્થિત રહીને સર્વે કર્મચારીઓ ને વિષયોચિત માર્ગદર્શન આપેલ.

       આ તાલીમમાં જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, હિસાબી અધિકારીશ્રી,વિષય નિષ્ણાત નિવ્રૂત જીલ્લા ઓડીટરશ્રી પણ ઉપસ્થિત રહેલ

સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્‍યસભા યોજાઇ

        સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતએ નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ નું અંદાજપત્ર તથા નાણાંકીય વર્ષ સને ૨૦૧૭-૧૮ નું સુધારેલ અંદાજપત્ર સર્વે સભ્યશ્રીઓ પાસે આજની જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુરી અર્થે મુકવામાં આવેલ જેને સર્વે એ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

       આગામી નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટે જિલ્લા પંચાયતની કુલ આવકો રૂ. ૮૬૫.૧૬ કરોડ જેટલી દરમ્યાન કુલ રૂ. ૮૬૨.૬૬ કરોડ ખર્ચ અંદાજવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૭.૫૯ કરોડ સ્વભંડોળ સદરે તેમજ રૂ. ૮૪૧.૨૩ કરોડ સરકારી સદરે ખર્ચ થવાની સંભાવના છે. આમ સમગ્ર રીતે જોઈએ તો સ્વભંડોળ સદરે રૂ. ૨.૫૦ કરોડ જેટલી બચતો રહેવા સંભાવના છે.
જિલ્લા પંચાયતના ચાલુ નાણાંકીય વર્ષ સને ૨૦૧૭-૧૮ માટે સુધારેલ અંદાજો મુજબ જિલ્લા પંચાયતની આવકો રૂ. ૮૫૦.૭૫ કરોડ તથા ખર્ચ રૂ. ૮૪૫.૪૫ કરોડ થવા સંભવ છે.

           આગામી નાણાંકીય વર્ષ સને ૨૦૧૮-૧૯ માટેનું સાબરકાંઠા જિલ્લા પંચાયતનું પુરાંતવાળા અંદાજપત્રની જોગવાઈઓ પૈકી સ્વભંડોળ સદરે કરવામાં આવેલ કેટલીક જોગવાઈઓ નીચે મુજબ છે.

 જિલ્લાના અંતરીયાળ વિસ્તારો માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા સારૂ કુલ રૂ. ૯૯૬૪.૮૦ લાખ (રૂ.૧૩૩.૮૦ લાખ સ્વ-ભંડોળના તથા રૂ.૯૮૩૧.૦૦ લાખ સરકારી પ્રવ્રુત્તિઓ) ની જોગવાઈ પંચાયત અને વિકાસ શાખા ધ્વારા સુચવવામાં આવી છે. સદરહું જોગવાઈઓ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોની પાયાની સુવિધામાં વધારો કરશે. જેમાં વિકાસના કામો સદરસ્યશ્રીઓની દરખાસ્ત અનુસાર કામો માટે રૂ.૧.૨૬ કરોડનો સમાવેશ થાય છે.

      જિલ્લાના છેવાડાના વિસ્તારના બાળકોમાં શિક્ષણનું સ્તર સુધરે અને તેમનો
સર્વાંગી વિકાસ થાય તેમજ આવા બાળકો ભવિષ્યના શ્રેષ્ઠ નાગરીકો બને તેવા ઉદ્દેશ સાથે શિક્ષણ ક્ષેત્રે આગામી વર્ષ માટે કુલ રૂ.૩૮૭૭૩.૯૦ લાખ (રૂ.૨૦.૮૦ લાખ સ્વ-ભંડોળ તથા રૂ. ૩૮૭૫૩.૧૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે આરોગ્ય, કુટુંબ કલ્યાણ, આયુર્વેદ તેમજ પોષણ ક્ષેત્રે આગામી વર્ષ માટે કુલ રૂ. ૪૬૪૫.૫૦ લાખ (રૂ.૬.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૪૬૩૯.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે. આ જોગવાઈમાં નેત્ર યજ્ઞ, ડાયાબિટીસ, તેમજ અન્ય રોગ માટે નિદાન કેમ્પ યોજવા અને આયુર્વેદ દવાખાનામાં સુવિધાઓ વધારવા રૂ. ૨.૦૦ લાખ તેમજ અંબાજી પગપાળા યાત્રિકો માટે દવા તેમજ અન્ય સુવિધા વિગેરેના ખર્ચ માટે કુલ રૂ.૧.૫૦ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે.

 જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પશુધન માટે સારવારની શ્રેષ્ઠ સુવિધાઓ તથા તાલીમ શિબીરો તેમજ ગ્રામ કક્ષાએ મૃત પશુઓના નિકાલના સ્થળે રોગચાળો ન ફેલાય તે માટે દવા ખરીદી તેમજ હોઈસ ટ્રેવિસ આપવા માટે કુલ રૂ.૯૮૧.૦૦ લાખ (રૂ.૩.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૯૭૭.૫૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ પશુપાલન ક્ષેત્રે સુચવવામાં આવી છે,

 જિલ્લાના અંતરીયાળ વિસ્તારના લોકો તેમજ બાળકો ઈન્ટરનેટના આજના જમાનામાં દુનિયા સાથે કદમ થી કદમ મિલાવી શકે તેમજ વાઈ-ફાઈ ઈન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ બનતી સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તેવા આશયથી ડીજીટલ સેતુ કાર્યક્રમ અંતર્ગત ઈન્ટરનેટ-વાઈ-ફાઈની સુવિધાઓ તથા જિલ્લા પંચાયતની વેબસાઈટના સતત સંચાલન વગેરે હેતુ માટે જિલ્લાની આંકડા શાખા ધ્વારા આગામી નાણાંકીય વર્ષ માટે કુલ રૂ.૬૭.૯૫ લાખ (રૂ.૨૨.૯૫ લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૪૫.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સુચવવામાં આવી છે.

 સમાજના નબળા વર્ગના લોકોના કલ્યાણ તેમજ વિકાસ માટે કલ્યાણકારી આવશ્યક પ્રવૃત્તિના વ્યાપ વધારવાના હેતુસર પશુ ખેંચવાની હાથલારી ખરીદીમાં સહાય પેટે રૂ. ૨.૦૦ લાખ, તેમજ સામાજિક ન્યાય નિધીમાં તબદિલ કરવાની રકમ રૂ.૧૦.૦૦ લાખ તેમજ અનુ.જાતિના મહોલ્લામાં પાણીની સુવિધા તેમજ વિકાસના સામુહિક કામોની સુવિધા માટે રૂ. ૨૦.૦૦ લાખ તથા શિક્ષણ ક્ષેત્રે અનુ.જાતિના છાત્રાલયોને છાત્રોની સુવિધા અંગે રૂ. ૧૦.૦૦ ની જોગવાઈઓ જેવી મુખ્ય જોગવાઈઓ મળી કુલ રૂ. ૧૦૬૬.૫૦ લાખ (રૂ.૪૩.૫૦લાખ સ્વ-ભંડોળ તેમજ રૂ.૧૦૨૩.૦૦ લાખ સરકારી પ્રવૃત્તિઓ)ની જોગવાઈ સમાજ કલ્યાણ ક્ષેત્રે સુચવવામાં આવી છે.

આજની આ બજેટ બેઠકમાં જીલ્લા પંચાયતનાં ઉપ પ્રમુખશ્રી, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, વિરોધ પક્ષના નેતાશ્રી, તમામ જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ), નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને તમામ શાખાધિકારીઓ ઉપસ્થિત રહેલ.

 

પોશીના ખાતે મહિલા દિનની ઉજવણી

          ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુલક્ષીને ઉન્નતી સંસ્થા દ્વારા લાંબડીયા તા પોશીના ખાતે મહિલાઓને જાહેર યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જાણકારી આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો.

          પોશીના તાલુકાની મહિલાઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ અંગેના વિશેષ કાયદાઓ, તેઓને મળતા વિશેષ લાભો, પછાત તાલુકામાં મહિલાઓના સર્વાંગી વિકાસ, વિવિધ લઘુ ઉદ્યોગોમાંથી આજીવિકા અંગેની જાણકારી,કુપોષણ નાબુદી, આરોગ્ય અને માતૃ બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ,સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ, શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ, સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે સંપૂર્ણ જાણકારી મળીરહે તેવા ઉમદા હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટરશ્રી પી.સ્વરૂપ(આઈ.એ.એસ), જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ(આઈ.એ.એસ) અને સફર સંસ્થા અમદાવાદ નાં સુશ્રી સોફીયાખાને ઉપસ્થિત રહી સર્વે બહેનોએ વિષયોચિત માર્ગદર્શન આપેલ.

          ઉન્નતી સંસ્થા દ્વારા કાર્યક્રમ સ્થળે વિવિધ શાખાઓના સંકલન અને સહયોગથી યોજનાકીય જાણકારીના વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવેલ. જેનો ઉપસ્થિત મહિલાઓ સહીત અન્ય લોકોએ પણ સારો લાભ લીધેલ.

          આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી નેતાભાઈ સોલંકી, પોશીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી મનુભાઈ પરમાર, જીલ્લા પંચાયત ખેત.ઉત્પાદન અને સિંચાઈ સમિતિ ચેરમેનશ્રી રણછોડભાઈ અંગારી, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી,સ્થાનિક લોક આગેવાનો સહીત ખુબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહેલ.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે મહિલા સંમેલન યોજાયું

         આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમીત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું.

           પ્રાસંગિક પ્રવચન કરતા ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દિવસે દિવસે દિકરીઓના ઘટતા પ્રમાણ સમાજ માટે ચિંતાજનક હોવાનું જણાવતા કહ્યુ હતું કે, જેનાથી સમાજમાં દુરોગામી અસર પડી રહી છે તેથી બેટી બચાવો- બેટી ભણાવો માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ છે.

          વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગર્ભ લીંગ પરીક્ષણ કરનાર અને ભ્રૃણહત્યા કરનાર પી.એનડીટી કાયદાનો ભંગ કરનાર તબીબો વિરૂધ્ધ કડક પગલા લેવા રાજ્ય સરકારે દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે.  મંત્રીશ્રીએ સમાજમાં જાગૃતિ લાવવા તથા દિકરીઓના જન્મ પ્રમાણ વધારવા રાજય સરકારે ચાલુ વર્ષે નન્હીપરી અવતરણનો કાર્યક્રમ યોજ્યો જેને વધાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માતાઓ પાસે પંહોચ્યા હતા. આમ દિકરીઓના જન્મ-માન-સન્માન આપવા રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું   

         વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજય સરકારની નોકરીઓ મહિલાઓ માટે આરીક્ષત  કરવામાં આવી છે. જેને લઇ રાજયની પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓની ભરતી કરી મહિલા સશક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તો વળી વિધવા મહિલાઓને સખી મંડળ અને મિશન મંગલમ દ્વારા સ્વરોજગારીની નવી દિશામાં કામ આપવાની શરૂઆત કરી પગભર બનાવવામાં આવી છે.

            તેમણે આંગણવાડીની મહિલાઓની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ યશોદા માતાઓ ભારતના ભાવિને પ્રશિક્ષણ આપવાનું કામ કરી રહી છે. મંત્રીશ્રીએ મા અમૃત્તમ અને મા વાત્સલ્ય યોજના થકી આરોગ્યની કરૂણાસભર સેવાની શરૂઆત કરી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. 

        આ પ્રસંગે જિલ્લા સાસંદ શ્રી દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રસંગોચિત ઉદ્વબોધન કર્યુ હતું.

        મહિલા સંમેલન નિમિતે શતાયું માતાઓ, મહિલા સંચાલિત પંચાયતના સરપંચ, તેજસ્વી દિકરીઓનું સન્માન તથા જરૂરીયામંદ મહિલાઆને સહાય કિટસ અપર્ણ કરવામાં આવી હતી.  

        મહિલા દિન નિમિત્તે શહેરના મહાકાળી મંદિર, સહકારી જીન અને કલેકટર કચેરી ખાતેથી મહિલા જાગૃતિને લગતી રેલી યોજાઇ હતી. આ રેલીને જિલ્લા કલેકટરશ્રી પી.સ્વરૂપે પ્રસ્થાન કરાવ્યું હતું.      

            આ પ્રસંગે હિંમતનગર પાલિકા પ્રમુખ શ્રીમતી નિલાબેન પટેલ, જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ, તખતસિંહ હડિયોલ, અશોક જોષી, મહેન્દ્રસિંહ રહેવર, જિલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસ, જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંધ સહિત મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

સાબરકાંઠા જિલ્લામાં ૧૬ “નન્હી પરી”ઓનું અવતરણ

        

           સમગ્ર રાજયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારના રોજ આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં નન્હી પરી અવતરણ કાર્યક્રમ યોજાયો હતો.

              જેમાં મંત્રીશ્રીએ જિલ્લામાં આજે જામળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને હિંમતનગરની વદરાન હોસ્પિટલમાં જન્મનાર દિકરીઓની માતાને  ચાંદીનો સિક્કોમીઠાઇ અને ફૂલ આપી બેટી જન્મની વધામણી આપી હતી.  

        જિલ્લામાં આજે ૧૬ જેટલી નન્હી પરીઓનું અવતરણ થતા તમામ માતાઓને મમતા કિટ આપી બેટી વધાવો કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

           આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી પી.સ્વરૂપજિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષ વ્યાસઆરોગ્ય અધિકારી શ્રી ડૉ. મનીષ ફેન્સીડૉ. કનેરીયા સહિત આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો છે.  

 

1 2 3